સુરત: (Surat) શહેરના કતારગામ વિસ્તારમાં ડભોલી બ્રિજ (Bridge) પાસે બે અલગ અલગ બનાવવામાં બે ફોર વ્હીલ કાર (Car) સળગી જવા આપી હતી. બનાવને પગલે ફાયર બ્રિગ્રેડ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા કતારગામ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના (Fire Brigade) જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે આ બંને બનાવવામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ ન હતી. બે ગાડી પૈકી એક કારમાંથી બે મોબાઈલ (Mobile) તથા હેડફોન અને રોકડ રૂપિયા મળ્યા હતા. જે ફાયરબ્રિગ્રેડના જવાનો દ્વારા પોલીસને સોંપવામાં આવ્યા હતા.
- કતારગામમાં બે અલગ અલગ બનાવમાં કારમાં આગ લાગતા અફરાતફરી મચી
- ડભોલી બ્રિજ પાસે પાર્ક કરેલી એક કારમાંથી બે મોબાઈલ, હેડફોન અને રોકડ રકમ મળતા ફાયરબ્રિગ્રેડના જવાનોએ મુદ્દામાલ પોલીસને જમા કરાવ્યો
- આગ કયા કારણોસર લાગી અને ગાડીના માલિક કોણ છે તે જાણી શકાયું ન હતું
બનાવની વિગત એવી છે કે કતારગામ વિસ્તારમાં આવેલ ડભોલી બ્રિજ ઉતરતા સંગમ હાઈટ્સ ની સામે આજે સવારે સ્કોડા રેપિડ કાર (જીજે.૦૫.જેબી.૯૨૬૨)માં એન્જિનમાં અચાનક જ આગ લાગી હતી. બનાવને પગલે સ્થાનિક લોકો દ્વારા ફાયર બિગેડ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી. જોકે કારમાંથી એપલ કંપનીનો અને એક વિવો કંપનીનો એમ બે મોબાઈલ મળી આવ્યા હતા. આ ઉપરાંત હેડફોન પણ મળી આવ્યા હતા અને રોકડ રૂપિયા પણ મળ્યા હતા. જેથી ફાયરબ્રિગ્રેડના જવાનોએ સિંગણપોર પોલીસને જાણ કરી પીસીઆર વાન ઘટના સ્થળે બોલાવી હતી અને બંને મોબાઈલ તથા હેડફોન અને રોકડ રૂપિયા પોલીસને આપી દીધા હતા. ઉલ્લેખને છે કે આગ કયા કારણોસર લાગી અને ગાડીના માલિક કોણ છે તે જાણી શકાયું ન હતું. જોકે સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
બીજા બનાવમાં ડભોલી બ્રિજ ઉતરતા ખેતલાઆપા ટી સ્ટોલ પાસે પાર્ક કરેલ જીજે.૦૫.જેસી.૭૨૨૯ નંબરની સ્વીફ્ટ કારમાં અચાનક એન્જિનમાં આગ લાગી હતી. જેથી ફાયર કંટ્રોલરૂમમાં જાણ થતા કતારગામ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ બનાવવામાં પણ કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.