સુરત: (Surat) નવા ભટાર રોડ પર આવેલી બ્રહ્મકુમારીઝ (Brahma Kumaries) સંસ્થા ખાતે ગઈકાલે તસ્કરોએ રોકડા 60 હજાર અને દાનપેટીના (Donation Box) દાનના રકમની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસમાં નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
ભટાર ખાતે અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા 59 વર્ષીય વિષ્ણુભાઈ નાથાભાઈ પટેલ પાંડેસરા ખાતે એકાઉન્ટનું કામ કરે છે. તેઓ છેલ્લા પંદર વર્ષથી પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલય નામની આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાયેલા છે. નવા ભટાર રોડ પર સુર્યવંશી એપાર્ટમેન્ટની પાસે આવેલી સંસ્થામાં નિયમિત સવારે આઠ વાગે પ્રવચનમાં હાજરી આપે છે. આજે સવારે સંસ્થામાં પહોંચ્યા ત્યારે મકાનનો દરવાજાનો નકુચો તુટેલો હતો. અંદર પ્રવેશ કરીને જોતા હોલની અંદર રાખેલા બે લાકડાના ભંડારીનું લોક તુટેલું હતું. ઉપર આવેલા રૂમમાં જોતા તિજોરીનું લોક તુટેલું હતું. સંસ્થાના સંચાલીકા બે.કે.લક્ષ્મી બેનને જાણ કરતા તેમને આવીને જોયું તો તિજોરીમાં મુકેલા રોકડા 60 હજારની ચોરી થઈ હતી. તથા હોલમાં રાખેલા દાનના રૂપિયા પણ ચોરી થયા હતા. ખટોદરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
જહાંગીરપુરામાં યુવક પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગમાં ગયો અને તસ્કરોએ બંધ મકાનમાંથી 4.44 લાખની ચોરી કરી
સુરત: જહાંગીરપુરા ખાતે રહેતો યુવક દાંડી ગામમાં પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો અને બંધ મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના 4.44 લાખની ચોરી કરી હતી. જહાંગીરપુરા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.
- જહાંગીરપુરામાં યુવક પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગમાં ગયો અને તસ્કરોએ બંધ મકાનમાંથી 4.44 લાખની ચોરી કરી
- લગ્ન પ્રસંગ પતાવીને ઘરે આવ્યો તો દરવાજાના લોક તોડીને સોફા ઉપર મુકેલા હતા, બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી
જહાંગીરપુરા ખાતે શુભ દ્રષ્ટિ રો- હાઉસમાં રહેતા 40 વર્ષીય રવિકુમાર રામજીભાઇ નાવિક કવાસ ખાતે ક્રિભકો કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરે છે. રવિના કાકાના દિકરા ભાવિનના દાંડીગામ ખાતે ગત 16 ફેબ્રુઆરીએ લગ્ન હતા. જેથી રવિ પરિવાર સાથે દાંડી ગામ ગયો હતો. લગ્ન પ્રસંગ પતાવીને ગઈકાલે સવારે ઘરે આવ્યો ત્યારે મુખ્ય દરવાજાની લોખંડની જાળી વાળા દરવાજાનું તાળું ખોલવા જતા નકુચો તુટેલી હાલતમાં હતો. બંને તાળા સોફા ઉપર મુકેલા હતા. બેડરૂમમાં જઈને જોતા કબાટ ખુલ્લુ હતું. અને સામાન વેરવિખેર હતો. કબાટમાથી અલગ-અલગ સોનાના દાગીના કુલ 158 ગ્રામ જેની કિમત 4.08 લાખ તથા અલગ-અલગ ચાંદીના દાગીના જેની કિમત 36 હજાર મળીને કુલ 4.44 લાખની તોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.