સુરત: સુરતમાં (Surat) 3 વર્ષ પહેલાં સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકે (Children) જીવ ગુમાવ્યાં હતાં, પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવનને જોખમમાં મૂકી 15 બાળકના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો. આ ધટનાના કારણે જતીન નાકરાણી કોમામાં જતા રહ્યાં હતા. ત્યારથી આજ સુઘી એટલેકે 3 વર્ષથી તેઓ પથારીવશ છે, જેને કારણે પરિવારની (Family) આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી.
આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ તેઓના હોદ્દેદારો જતીન નાકરાણીના ઘરે તેઓની મદદે પહોંચ્યા હતા. સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપિયા 5 લાખ રૂપિયાનો ચેક તેઓને એના.ત કરવામાં આવ્ય હતો. મળતી માહિતી મુજબ જતીનના પરિવારને છેલ્લા ચાર દિવસમાં 30 લાખથી વધુનું દાન મળ્યું છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે જતીન નાકરાણીએ પોતાના જીવનને જોખમમાં મૂકી 15 જેટલાં બાળકોના જીવ બચાવ્યા છે. જે રીતે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી એને કારણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી છે. એવા સમયે ભારતીય જનતા પાર્ટી આ યુવાન અને તેના પરિવારની પડખે આવીને ઊભો રહ્યો છે. હાલ શહેર ભાજપ એકમ તરફથી રૂપિયા પાંચ લાખની આર્થિક મદદ કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં જતીનને મેડિકલ સારવારની જરૂર હોવાથી ઓપરેશન માટેનો જે પણ ખર્ચ થશે એમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના આરોગ્યલક્ષી ફંડમાંથી શક્ય એટલી સહાય આપવામાં આવશે.
જાણો શું હતી સમગ્ર ધટના
સુરતના બ્લેક ફ્રાઈડે ગણાતા તક્ષશીલા ધટનો ત્રણ વર્ષ પૂર્ણ થયા. વર્ષ 2019માં 24 મેના રોજ શુક્રવારના દિવસે બપોરે 4 વાગ્યાના સમયે સરસાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષના બીજા માળની ફેશન ડિઝાઈનના કલાસરૂમની ગેલેરીની બહાર એસીના આઉટર યુનિટ અને તેની સાથેના વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગતા નીચેના માળથી આગ લાગતા ત્રીજા માળ સુઘી પહોંચી ગઈ હતી. આ ધટનાને પગલે 22 બાળકોના મોત થયા હતા જયારે 18થી વઘુ ઈજાગ્રસ્ત થયા હતા. બાળકોના માતા પિતા આ ગોઝારા દિવસને ભૂલી શકયા નથી. ધટનાને પગલે કુલ 14 આરોપીઓ સામે ગુનો નોંઘવામાં આવ્યો હતો. માતા પિતા કે જેઓએ ધટનામાં પોતાના બાળકોને ગુમાવ્યા છે તેઓ બાળકોને ન્યાય અપાવા માટે તેઓ આજે પણ લડાઈ લડી રહ્યાં છે. તેઓ માંગણી કરી રહ્યાં છે કે કોર્ટમાં સુનાવણી ડે ટુ ડે થાય. તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તક્ષશિલા કાંડની સુનાવણી હાથ ધરવામાં આવે.