સુરત: (Surat) શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં (Sarthana Police station) ગઈકાલે એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) બાબતે ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદ દાખલ થયા બાદ આજે આ તપાસ સરથાણા પોલીસ પાસેથી આંચકી ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન દિવ્યેશએ આ ઇન્જેક્શન કેપી સંઘવી હોસ્પિટલના મેડિકલ સંચાલક વિશાલ પાસેથી ખરીદી કર્યા હોવાનું સામે આવ્યું છે. દિવ્યેશ સુરતના ભાજપના (BJP) પાંડેસરાના માજી કોર્પોરેટર (Ex. Corporator) સાધના પટેલનો પુત્ર છે. માજી કોર્પોરેટરના પુત્ર દિવ્યેશએ હાલમાં જ ફાર્મસીનું લાયસન્સ લીધું હતું.
પુણાગામ ખાતે પ્રમુખપાર્ક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય જીગ્નેશભાઈ જયસુખભાઈ માલાણીએ ગઈકાલે સરથાણા પોલીસે છેતરપિંડી તથા આવાશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ ૫૩ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટ કલમ ૨૭ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જીગ્નેશભાઈના પિતરાઈ ભાઈને ઇન્જેક્શનની જરૂર હોવાથી તેમને અડાજણ ખાતે આનંદ વાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશકુમાર સંજયભાઇ પટેલ પાસેથી ઇન્જેક્શનની ખરીદી કરી હતી.
42 હજારમાં 6 ઇન્જેક્શનની ખરીદી કર્યા બાદ જીગ્નેશભાઈએ ઘરે જઈને જોતા તે એક્સપાયરી ડેટ અને ડુપ્લીકેટ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને પગલે તેની પાસેથી પૈસા પાછા લઈ ઇન્જેક્શન પરત આપવા બોલાવી તેને પકડી પોલીસના હવાલે કર્યો હતો. સરથાણા પોલીસ પાસેથી આજે આ તપાસ આંચકી ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. પુછપરછમાં દિવ્યેશ આ ઇન્જેક્શન કે.પી.સંઘવી હોસ્પિટલ અને જીવનજ્યોત પાસે મેડિકલ સ્ટોર ચલાવતા વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થી પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. દિવ્યેશને આજે કોર્ટંમાં રજૂ કરાતા 26 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા.
પોલીસે કંપનીને લેટર લખી રેમડેસિવિર ડુપ્લિકેટ છે કે પછી એક્સપાયરી ડેટના છે તેની માહિતી માંગી
ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હોવાની સાથે ડુપ્લીકેટ છે કે કેમ તે અંગે માહિતી માંગી છે. કંપનીને લેટર લખીને આ ઇન્જેક્શન ક્યારે અને કોને ફાળવવામાં આવ્યું હતું તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
માજી કોર્પોરેટરના પુત્ર દિવ્યેશએ હાલમાં જ ફાર્મસીનું લાયસન્સ લીધું હતું.
ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન આપનાર આરોપી દિવ્યેશ પાંડેસરાની પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર હોવાની સાથે સાથે તેણે હાલમાં જ ફાર્મસીનું લાયસન્સ લીધું હોવાનું જાણવા મળ્યું છે.