SURAT

ભાજપના કામરેજ પ્રભારીનો આપના દ.ગુ.પ્રદેશ મંત્રી ઉપર જીવલેણ હુમલો, 25થી વધુ સામે ગુનો નોંધાયો

સુરત: (Surat) સરથાણા ખાતે લોક સંવાદ માટે ગયેલા આમ આદમી પાર્ટીના (Aam Admi Party) દક્ષિણ ગુજરાત પ્રદેશ મંત્રી રામભાઈને ભાજપના (BJP) કામરેજ વિધાનસભાના (Assembly) પ્રભારી દિનેશ દેસાઈ અને તેમની સાથે આવેલા ટોળાએ માર માર્યો હતો. તેમની ફરિયાદના આધારે સરથાણા પોલીસે (Police) ભાજપના પ્રભારી દિનેશ દેસાઈ સહિત 25 વધારે લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • ભાજપમાં વધતી ગુંડાગર્દી: કામરેજ પ્રભારીએ આપના દ.ગુ.પ્રદેશ મંત્રી ઉપર જીવલેણ હુમલો કર્યો
  • રામભાઈને દિનેશ દેસાઈ અને તેની સાથેના ટોળાએ ઢોર માર માર્યો હતો
  • ટોળામાંથી ધડુકીયાને પુરો કરી નાખો આગળતો બચી ગયો આજે બચવો ન જોઈએ તેવી બુમો સંભળાતી હતી
  • નેશ દેસાઈએ આપના ત્રણ કાર્યકર્તાની ટોપી ખેંચી ઉશ્કેરવા પ્રયાસ કર્યો

યોગીચોક ખાતે શીવદર્શન સોસાયટીમાં રહેતા 39 વર્ષીય રામભાઇ ભીખાભાઇ ધડુક આમ આદમી પાર્ટીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છે. તેમણે સરથાણા પોલીસ સ્ટેશનમાં દિનેશ દેસાઇ, કલ્પેશ દેવાણી અને વિક્રમ રબારી તથા બીજા પચ્ચીસેક માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે તેમની સાથે પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વસાણી તથા આકાશ ઇટાળિયા સહિત સાતેક જણા પાર્ટીના સંવાદ કાર્યક્રમ અનુસંધાને વાલમનગર સોસાયટી વિ-૧ ના ગેટ પાસે લોકોને મળવા ગયા હતા. ત્યારે ભાજપમાં કામરેજ વિધાનસભાના પ્રભારી દિનેશ દેસાઈ તેમની પાછળ ફરતા હતા. દિનેશ દેસાઈએ આપના ત્રણ કાર્યકર્તાની ટોપી ખેંચી ઉશ્કેરવા પ્રયાસ કર્યો હતો.

બાદમાં સોસાયટીની બહાર નીકળ્યા ત્યારે દિનેશ દેસાઈએ લોકોનું ટોળું બોલાવી રાખ્યું હતું. રામભાઈ ત્યાંથી બાઈક લઈને નીકળવા જતા દિનેશ દેસાઈએ ગાળો આપી ત્રણ-ચાર લાફા મારી દીધા હતા. રામભાઈને બચાવવા રાજેન્દ્ર વસાણી વચ્ચે આવતા તેમને પણ તમાચા માર્યા હતા. આકાશ ઇટાળિયા પોલીસને ફોન કરવા જતા ટોળામાંથી અજાણ્યાએ ફોન ખેંચી લઈ ફેંકી દીધો અને માર માર્યો હતો. અને આ ટોળું રામભાઈ ઉપર તૂટી પડ્યું હતું. ટોળામાંથી ધડુકિયાને પૂરો કરી નાંખો પહેલા તો બચી ગયો આજે બચવો ન જોઈએ તેવી બૂમો પાડી રહ્યાં હતા અને તેમને માર મારી રહ્યાં હતાં. જેથી રામભાઈ દ્વારા સરથાણા પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાવાત પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top