SURAT

સુરત: વિદેશ ફરવાના શોખમાં ગોપીપુરાનો આમલેટવાળો બની ગયો બાઈક ચોર

સુરત (Surat) : ગોપીપુરા (Gopipura) ખાતે રહેતો અને અગાઉ આમલેટનો (Omlete) ધંધો કરતા યુવકને દેવું થતા અને વિદેશ (Foreign) ફરવાના શોખે તેને બાઈક ચોરીના (Bike Theft) રવાડે ચઢાવ્યો હતો. તેને સાત મહિનામાં 19 બાઈકની ચોરી કરી હતી. રાંદેર પોલીસે તેને ઝડપી (Police Arrest) પાડી 18 ગુના ડિટેક્ટ (Detect) કર્યા હતા.

  • ધાર્મિક સ્થળ, બાગ બગીચા અને જાહેર સ્થળ પરથી બાઈક ચોરી કરી છુપાવી રાખતો હતો
  • ચોરી કરેલી બાઈક અનુકુળતાએ મહારાષ્ટ્રમાં જઈને વેચી આવતો
  • 7 મહિનામાં 18 વાહન ચોરી કર્યા, ઘણી વખત દુબઈ ફરી આવ્યો

રાંદેર પોલીસને વાહન ચોરીમાં વોન્ટેડ (Wanted) આરોપી ચોરીની મોપેડ (જીજે-05-એમસી-3414) વેચવા માટે રાંદેર ઉગત બોટનિકલ ગાર્ડનની પાસેથી જવાનો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ (ઉ.વ.૪૯, રહે. ઘરનં. ૮/૯૬૫ મોમનાવાડ ખાડી નવો રોડ ગોપીપુરા તથા મુળવતન. નિઝામપુર, મહારાષ્ટ્ર) ને પકડી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે તે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા અને જાહેર જગ્યાઓ પર ફરતો હતો અને તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરી કરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખતો હતો. અને અનુકુળ સમયે તેમાંથી ગુજરાત રાજ્ય તેમજ રાજ્ય બહાર વાહનો વેચી દેતો હતો. મોટા ભાગના વાહનો તેણે મહારાષ્ટ્રના નિઝામપુર જઈને વેચાણ કર્યા છે. વાહન વેચીને મોટાપાયે પૈસા મેળવી દેશ-વિદેશમાં ફરવા જતો હતો. લોકડાઉન પહેલા તે આમલેટનો ધંધો કરતો હતો. તેમા દેવું થઈ જતા વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો. તેને વિદેશ ફરવાનો શોખ હોવાથી વાહન ચોરી કરી વેચીને વિદેશ યાત્રા કરતો હતો. લોકડાઉન પહેલા તે ઘણી વખત દુબઈ ફરી આવ્યો છે.

18 ગુના ડિટેક્ટ કરી 19 વાહનો મળી 5.82 લાખનો મુદ્દામાલ કબજે
આરોપીને પકડીને કુલ 18 ગુના ડિટેક્ટ કરાયા છે. પોલીસે આરોપી પાસેથી 19 વાહનો કબજે લઈ કુલ 5.82 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપી સામે વાહન ચોરીના રાંદેર પોલીસ સ્ટેશનમાં 9, અડાજણ પોલીસ સ્ટેશનમાં 5 અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 અને ઉમરા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ છે.

Most Popular

To Top