સુરત: પુણાગામમાં (Punagam) પરિણીત યુવકે મિત્રના ઘરમાં ફાંસો (Suicide) ખાય જીવન ટુંકાવતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ ભાવનગરની (Bhavnagar) પરિણીત પ્રેમિકાએ પોલીસ (Police) ફરિયાદ (FIR) નોંધાવતા સુરતના યુવકે આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.
વરાછા પોલીસે જણાવ્યુ હતું કે, આપઘાતનું પગલું ભરનાર પ્રફુલભાઇ છગનભાઇ કૌડિયા (ઉ.વ.41 ) પુણાગામની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા હતા. કામ પરથી ઘરે પરત ફરેલા મિત્રએ પ્રફુલભાઇ કોલડિયાની લટકતો મૃતદેહ જોઈ ચોકી ગયો હતો. તાત્કાલિક મરનારના પરિવારજનો અને પોલીસને જાણ કરતા ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સ્વીમેર ખસેડયો હતો
પોલીસે જણાવ્યું હતું કે મરનાર પ્રફુલ કોડિયા અને ભાવનગર ખાતે રહેતી કોઈ પરિણીત સ્ત્રી વચ્ચે પ્રેમ સબંધ હતા. પરિણીત પ્રેમિકાએ પ્રફુલભાઈ વિરુધ્ધ ભાવનગર ખાતે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેના માનસિક તણાવ અને સમાજમાં બદનામી થવાના ડરમાં પ્રફુલભાઇ એ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આગળની વધુ તપાસ હાય ધરી છે.
શિવલાલ ગોઠડીયા ( મરનારના બનેવી ) એ જણાવ્યું હતું કે પ્રફુલ કોલડિયાના પંદરેક વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા ત્યારથી તેઓ પોતાના બે પુત્રો અને માતા સાથે રહેતા હતા. ગાડીની લે વેચનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મોટો પુત્ર ધૃવ અઠવાડિયા અગાઉ જ નોકરી માટે દુબઇ ગયો હતો. જયારે હાલમાં તેઓ નાનો પુત્ર રાજવીર અને માતા સાથે રહેતા હતા. તેમની વિરુદ્ધમાં પોલીસ કેસ કરવામાં આવતા મહુવા પોલીસ સુરત આવી હતી. તેમના ઘરના દરવાજા પર નોટીસ ચોંટાડી ગઈ હતી.ત્યારથી તેઓ અને પરિવારના સભ્યો માનસિક તણાવમાં રહેવા લાગ્યા હતા. ગઈ કાલે તેઓ વરાછાની ભગીરથ સોસાયટીમાં રહેતા તેમના એક મિત્રના ઘરે ગયા બાદ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પ્રફુલભાઈએ આરામ કરવાનું કહી મિત્ર પાસેથી ઘરની ચાવી લઇ લીધી હતી. ત્યારબાદ મિત્ર કામ ઉપર ચાલ્યો ગયો હતો. દરમિયાન પ્રફુલભાઈ એ પોતાના પુત્ર રાજવીરના મોબાઈલ ઉપર મેસેજ કર્યો હતો કે આત્મહત્યા કરવા જાઉં છું .ત્યાર બાદ આ પગલું ભરી લીધો હતો. વધુમાં શિવલાલ ભાઈએ જણાવ્યું હતું કે જે સ્ત્રીએ તેમની વિરુધ્ધ કેસ કર્યો હતો તેના ભાઈઓ પણ તેમને ધમકાવતા હતા.
જો કે પ્રફુલભાઈ એ આપઘાત પહેલા કહ્યું મારા મિત્ર નો કોઈ વાંક નથી મેં ગામડે થી આવ્યો છું આરામ કરવા તારા ઘરે આવ્યો છું કહી ને એના ઘરમાં રોકાયો હતો એનો કોઈ વાંક નથી પોલીસ ને સંભળાવી દેજે.