SURAT

પોર્ન ફિલ્મ જોયા બાદ લબરમૂછિયો સુરતની કિશોરીને ભાવનગર લઈ ગયો અને..

સુરત: (Surat) ભાવનગરના ધોળા ગામના સગીરે કાપોદ્રામાં રહેતી સગીરાની સાથે ફેસબુકમાં મિત્રતા કેળવીને બળાત્કાર ગુજાનાર સગીરની અટકાયત કરવામાં આવી છે. બંનેએ ભાવનગરમાં લગ્ન (Marriage) કરીને ત્યાં જ ભાડાના મકાનમાં રહેતા હતા. પોર્ન ફિલ્મ (Porn Film) જોઇને કિશોર કિશોરીને ફસાવીને તેને સુરતથી ભાવનગર ભગાવી ગયો હતો. આ કિશોરીને ત્યાં રાખીને તેની પર વારંવાર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. પરિવાર દ્વારા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવતા ગભરાયેલા કિશોરના પરિવારજનો દ્વારા કિશોરને સુરત રવાના કર્યો હતો. જ્યારે કિશોરીનો કબ્જો લઇને કિશોર પર બળાત્કાર અને પોસ્કોના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રામાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી કાજલ (નામ બદલ્યુ છે) ઓનલાઇન શિક્ષણને કારણે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતી હતી. દરમિયાન ફેસબુક મારફતે તેની મુલાકાત ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામના હિતેશ (ઉ.વ.16.5) (નામ બદલ્યુ છે)ની સાથે થઇ હતી. બંને અવાર-નવાર ફેસબુકમાં વાત કરતા હતા. કાજલે હિતેશને ફોન કરીને મળવા માટે કહ્યું હતું. ત્યારબાદ હિતેશ ધોળાથી લકઝરી બસ મારફતે સુરત આવ્યો હતો. અહીં એક ગાર્ડનમાં તેઓએ શરીર-સુખ માણ્યું હંતુ.

ત્યારબાદ કાજલે હિતેશને તેની સાથે રહેવા અને લગ્ન કરવાની વાત કરી હતી. બીજી તરફ હિતેશ કાજલને લઇને પોતાના વતન ચાલ્યો ગયો હતો અને ત્યાં પરિવારજનોને વાત કરી હતી. હિતેશના પરિવારોએ ત્યાં ખોડિયાર માતાજીના મંદિરમાં લગ્ન પણ કરાવી આપ્યા હતા અને ભાવનગરમાં એક રૂમ ભાડે રાખી લીધી હતી. ત્રણ -ચાર દિવસ સુધી બંનેએ શરીરસુખ માણ્યું હતું પરંતુ ત્યાં જ કાજલ ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા તેની જાણ હિતેશને થઇ ગઇ હતી. હિતેશે ભાવનગરની રૂમ ખાલી કરી નાંખીને કાજલને મુકવા માટે સુરત આવ્યો હતો.

પુત્રીને જીવતી જોવા પિતા ખોટુ બોલ્યા
સુરત આવતાં જ કાજલે પોતાના પિતાને ફોન કરીને જાણ કરી હતી, કાજલે તેના પિતાને કહ્યુ કે, અમે સુરતમાં છીએ પરંતુ તમે ફરિયાદ કરી ન હોય તો જ હું ઘરે આવીશ નહીંતર ભાગી જઇશ. પુત્રીને જીવતી જોવા માટે પિતા ખોટુ બોલ્યા હતા અને કાજલને ઘરે બોલાવી હતી. કાજલ હિતેશને લઇને ઘરે આવી કે ત્યાં જ પોલીસ પણ આવી પહોંચી હતી. હિતેશની સામે બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી હતી. હાલ તો કાપોદ્રા પોલીસ વધુ પુછપરછ કરી રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top