ભરૂચ: (Bharuch) સુરતમાં સહિણા ખાતે રહેતા ૮ પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં (River) નાહવા પડતા પાણીમાં એકાએક ગરકાવ થઈ ગયા હતા. પાણીમાં ડૂબતા બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ ૮ પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો. હજુ ૭ લાપતાની શોધખોળ કરાઈ રહી છે. રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.
- પોઈચાની નર્મદા નદી કિનારે ૮ પ્રવાસીઓ ડૂબ્યા
- સુરત નગરથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડ્યા હતા
- ૩ નાનાં બાળકો સહિત ૭ પાણીમાં ગરકાવ, ૧નો બચાવ
આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત ૮ લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા.
નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી હોવાનું જાણવા હતું.
ઉલ્લેખનીય એ છે કે ઉનાળાની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો નર્મદા નદીના કિનારે નાહવા માટે આવી પહોંચે છે. જોકે સલામતીના ભાગરૂપે અહીં કોઇ પણ પ્રકારની સલામતીની સુવિધાઓ ઉપલબ્ધ નથી છતાં જીવ જોખમમાં મુકી લોકો નદીમાં નાહવા પહોંચે છે અને તંત્ર આંખ આડા કાન કરી આવી ઘટના બનવાની રાહ જોતી હોય તેવું લાગે છે.
વડોદરા અને તેની આસપાસ નર્મદા નદી અને મહિસાગર નદી કિનારાના અનેક એવા સ્થળો છે જ્યાં ઉનાળાની સીઝનમાં લોકો મોટી સંખ્યામાં જીવના જોખમે નદીમાં નાહવા માટે આવે છે અને દુર્ઘટના બનતા મોતને ભેટે છે. આ પ્રકારની દુઃખદ ઘટના બનતા સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના બોર્ડ લગાડી સંતોષ માની લેવામાં આવે છે.
પ્રવાસીઓની યાદી
૧. ભરત મેઘા બલદાળિયા
૨. આરનવ ભરત બલદાળિયા (ઉં.વ.૪૫)
૩. આર્ણવ ભરતભાઈ (ઉં.વ.૧૨)
૪. મેત્રક્ષ ભરત બલદાળિયા (ઉં.વ.૧૫)
૫. વ્રજ હિંમતભાઈ ભરત બલદાળિયા(ઉં.વ.૧૧)
૬. આર્યન રાજુભાઈ જીંજાળા (ઉં.વ.૭)
૭. ભાર્ગવ અશોકભાઈ હદિયા (ઉં.વ.૧૫)
૮. ભાવેશ વલ્લભ હદિયા (ઉં.વ.૧૫)
તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત