સુરતમાં ભાગળના પારેખ જ્વેલર્સના માલિકની પત્નીનો પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત

સુરત: (Surat) શહેરના ઘોડદોડ રોડ પર રહેતા અને શહેરના કોટ વિસ્તાર ભાગળ (Bhagal) પર વર્ષોથી પારેખ જ્વેલર્સ (Parekh Jewelers) શોપ ચલાવતા હીરેનભાઈ પારેખની પત્નીએ ગઈકાલે સાંજે આપઘાત (Suicide) કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ ડિપ્રેશનની બિમારીથી કંટાળી રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તેમના પતિ હિરેનભાઈ ભાગળ ખાતે પારેખ જ્વેલર્સ ચલાવે છે. તેમના લગ્નને બાર વર્ષ થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

  • ભાગળના પારેખ જ્વેલર્સના માલિકની પત્નીનો ડિપ્રેશનની બીમારીથી કંટાળી આપઘાત
  • 28 વર્ષીય દિયાબેન હીરેનભાઈ પારેખે ઘરે રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
  • બે વર્ષથી અમદાવાદ અને રાજકોટમાં સારવાર અને દવા ચાલતી હતી
  • સાંજે રૂમનો દરવાજો નહીં ખોલતા કઈ અજુગતુ થયાની શંકા ગઈ હતી

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ ખાતે સેન્ટ ઝેવિયર્સ સ્કુલ પાસે સુભાષનગર બંગ્લોઝમાં રહેતી 28 વર્ષીય દિયાબેન હીરેનભાઈ પારેખે ગઈકાલે સાંજે ઘરે રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સાંજે ચારેક વાગે પરિવારના સભ્યો બહાર હોલમાં સાથે બેઠા હતા. બાદમાં દિયાબેન આરામ કરવા રૂમમાં ગયા ગયા. ત્યારબાદ બે કલાક સુધી તેઓ બહાર નહીં આવતા પરિવારના સભ્યો અંદર જોવા જતા રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે દરવાજો નહીં ખોલતા પરિવારને કંઈ અજુગતું થયાની શંકા ગઈ હતી.

દરવાજો ખોલીને જોતા દિયાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. આ બાબતે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. પોલીસે બનાવ સંદર્ભે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દિયાબેન છેલ્લા બે વર્ષથી ડિપ્રેશનની બિમારીથી પિડાતા હતા. તેમની ડિપ્રેશનની બીમારીની અમદાવાદ અને રાજકોટમાં સારવાર ચાલતી હતી. તેમના લગ્નને બાર વર્ષ થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ હિરેનભાઈ ભાગળ ખાતે પારેખ જ્વેલર્સ ચલાવે છે. પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top