સુરત: (Surat) ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા (Beach) કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતાની ચેતવણીને ધ્યાને લઈ સુરત જિલ્લાના દરિયા કિનારાના પર્યટન સ્થળ ડુમ્મસ (Dumas) બીચ, સુંવાલી બીચ તેમજ ઓલપાડ તાલુકાના દરિયા કિનારાઓ પર તા.૩૦/૦૯/૨૦૨૧ થી તા.૦૧/૧૦/૨૦૨૧ સુધી પ્રવાસીઓની (Tourists) અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તા.૨૯/૦૯/૨૦૨૧ થી ૦૩/૧૦/૨૦૨૧ દરમિયાન ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા અને હાલ સમુદ્રમાં રહેલ તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના આપવામાં આવી છે. મત્સ્યોદ્યોગ કચેરીને કોઇ પણ બોટ/હોડીઓને માછીમારી માટેના ટોકન ઈસ્યુ નહીં કરવા તેમજ માછીમારો દરિયો ખેડે નહી તે અંગે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દ્વારા સુચના અપાઈ છે.
સુરતમાં 39 મીમી વરસાદ
સુરત જિલ્લામાં પણ ગુલાબ વાવાઝોડાની અસરને પગલે વાતવરણમાં ભારે બદલાવ આવ્યો છે. ગઇકાલે સાંજથી સુરત જિલ્લામાં પણ વરસાદનું જોર રહેવા પામ્યું છે. સુરત જિલ્લા કલેકટર ફલડ કન્ટ્રોલ રૂમના જણાવ્યાનુસાર બારડોલીમાં 35 મીમી, ચોર્યાસીમાં 37 મીમી, કામરેજમાં 46 મીમી, મહુવામાં 32 મીમી, માંડવીમાં 24 મીમી, માંગરોલમાં 57 મીમી, ઓલપાડમાં 59 મીમી, પલસાણામાં 38 મીમી અને સુરતમાં 39 સહિત ઉમરપાડામાં 87 મીમી વરસાદ ખાબકયો હતો. સુરત જિલ્લામાં હજી પણ ચોવીસ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.
- સમય સપાટી આવક જાવક
- રાત્રે-11 340.85 2.77 લાખ 1.90 લાખ
- રાત્રે-12 340.89 2.60 લાખ 1.70 લાખ
- રાત્રે-01 340.91 2.25 લાખ 1.90 લાખ
- રાત્રે-02 340.92 2.07 લાખ 1.90 લાખ
- રાત્રે-03 340.93 2.00 લાખ 1.90 લાખ
- રાત્રે-04 340.94 2.00 લાખ 1.90 લાખ
- રાત્રે-05 340.95 2.00 લાખ 1.90 લાખ
- સવારે-06 340.96 2.07 લાખ 1.90 લાખ
- સવારે-08 341.06 2.95 લાખ 1.90 લાખ
- સવારે-09 341.14 3.37 લાખ 1.97 લાખ
- સવારે-10 341.22 3.37 લાખ 1.98 લાખ
- સવારે-12 341.36 3.10 લાખ 2.05 લાખ
- બપોરે-02 341.45 2.75 લાખ 2.05 લાખ
- બપોરે-04 341.53 2.75 લાખ 2.06 લાખ
ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સેટ થયેલા ગુલાબ સાયકલોનની અસરને પગલે ઠેરઠેર આભ ફાટે તેવી રીતે વરસાદ વરસ્યો હતો. ઉકાઇ ડેમના ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે બે દિવસમાં અધધ.. 726 એમસીએમ પાણી આવ્યુ તેની સામે ડેમમાંથી સતત બે લાખ કયુસેકસ પાણી છોડવાનુ (Outflow) ચાલુ રાખી મોડીસાંજ સુધી 724.65 એમસીએમ પાણી છોડી દેવાયુ હતુ. ઉકાઇ ડેમના 15 ગેટ સાત ફૂટ ખોલી પાણી છોડવાનું ચાલું રખાયું છે.