SURAT

સુરતીઓ ટિકિટ બુક કરાવી લો, આ મહિનાથી શરૂ થશે બેંગ્કોકની ફ્લાઈટ, જુઓ શિડ્યુલ

સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસનું બેંગકોક ખાતે સ્ટેશન સ્થાપિત થયા પછી એરલાઇન્સે વિન્ટર શિડ્યુલમાં નવેમ્બર અંતમાં અથવા ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં વીકમાં 4 દિવસ સુરત – બેંગકોક – સુરત ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી કરી છે. સોમ, બુધ, શુક્ર અને રવિવારે આ ફ્લાઇટ સુરતથી સવારે 06.30 કલાકે બેંગકોક જવા ટેક ઓફ થશે.

  • એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરતથી બેંગકોકની ફ્લાઈટ શરૂ કરશે
  • હવે માત્ર સવા ચાર કલાકમાં સુરતથી બેંગકોક પહોંચી જવાશે
  • નવેમ્બર અથવા ડિસેમ્બરમાં અઠવાડિયામાં 4 દિવસ ફ્લાઇટ ઉડશે

બેંગકોકથી સુરત બપોરે 14.50 કલાકે આવશે. એરલાઇન્સે આ ફ્લાઇટ માટે એક્રેડેટેડ ટ્રાવેલ્સ એજન્સીઓને ફલાઇટનું બુકિંગ આગામી સપ્તાહથી શરૂ કરવા જાણ કરી છે. એરલાઇન્સે સુરત એરપોર્ટ પર આ સ્લોટ વિન્ટર શિડ્યુલમાં ઓકટોબરના છેલ્લા વીકથી મંજૂર કરાવ્યો છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત – બેંગકોક ફ્લાઇટને લીધે સુરતને વધુ એક નવી ડોમેસ્ટિક ફ્લાઇટ ચેન્નાઇ – સુરત – ચેન્નાઇની ફ્લાઇટ મળશે. વીકમાં 4 દિવસ સોમ, બુધ, શુક્ર અને રવિવારે ચેન્નાઇથી આ ફ્લાઇટ રાતે 22.00 કલાકે સુરત આવશે અને નાઈટ હોલ્ટ કરી બીજા દિવસે આ જ એરક્રાફ્ટ સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ તરીકે કન્વર્ટ થઈ સવારે 06.30 કલાકે બેંગકોક જવા રવાના થશે. અને બેંગકોકથી સુરત બપોરે 14.50 કલાકે આવી સુરતથી ડોમેસ્ટિક ફ્લાઇટ તરીકે ચેન્નાઇ જશે.
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ અને સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા સુરતથી બેંગકોકની આ ફલાઇટની માંગણી કરવામાં આવી હતી.

એર ઇન્ડિયા એક્સપ્રેસનાં એમડી.આલોક સિંહ છેલ્લે સુરત આવ્યા હતા. ત્યારે આ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સુરત ડાયમંડ બુર્સના પણ મુલાકાત લીધી હતી.

એર ઇન્ડિયા એક્સપ્રેસ મુંબઈ – સુરત – મુંબઈની ડેઇલી ફ્લાઇટ પણ શરૂ થશે
એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 28 ઓકટોબરથી સુરત એરપોર્ટથી મુંબઈ – સુરત – મુંબઈની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવા મંજૂરી મેળવી લેવામાં આવી છે. આ ફલાઇટનું બુકિંગ પણ ટૂંક સમયમાં થશે.સવારે 08.20 કલાકે વિમાન સુરત એરપોર્ટ લેન્ડ થશે અને સુરતથી સવારે 08.50 કલાકે ટેકઓફ થશે. મુંબઈ – સુરત – મુંબઈની ડેઇલી ફ્લાઇટ માટે સુરત ડાયમંડ બુર્સ કમિટી એ 50 ટકા પેસેન્જર લોડ આપવાની ખાત્રી આપી છે.જોકેવરલાઇન્સ એ કોઈ બેંક ગેરંટી માંગી નથી.

વર્ષ 2018-19 માં મુંબઈ – સુરત – મુંબઈ રૂટ પર એરલાઇન્સને સર્વાધિક 84,070 પેસેન્જર મળ્યા હતા. 2022-23 માં ફ્લાઇટ અનિયમિત બની બંધ થઈ એ વર્ષે પણ 20,022 પેસેન્જર મળ્યા હતા.

સ્ટાર એર સુરતથી જામનગર ,ભુજ, મુન્દ્રા અને જોધપુરની ફ્લાઇટ શરૂ કરશે
એર ઇન્ડિયા એક્સપ્રેસ વિન્ટર શિડ્યુલથી ચેન્નાઇ – સુરત અને સુરત – બેંગકોક બે ફ્લાઇટ શરૂ કરશે, એવી જ રીતે સ્ટાર એર ઉડાન સ્કીમ હેઠળ વિન્ટર શિડયુલમાં સુરતથી જામનગર, ભુજ, મુન્દ્રા અને જોધપુરની ફ્લાઇટ શરૂ કરશે. એરલાઇન્સે 27 ઓકટોબરથી ઉડાન સ્કીમ હેઠળ આ સ્લોટ મંજૂર કરાવ્યા છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસ નવી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ આ રીતે ઓપરેટ થશે
આ ફ્લાઈટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે બપોરે 14.50 સુરત આવશે અને 6.30 કલાકે સુરતથી ઉપડશે. સંભવિત ફ્લાઇટ નવેમ્બર એન્ડ અથવા ડિસેમ્બર ફસ્ટ વીકથી શરૂ થશે. આ ઉપરાંત મુંબઈ-સુરત વચ્ચે 28 ઓક્ટોબરથી ડેઈલી ફલાઈટ શરૂ થવાની શક્યતા છે. આ ફ્લાઈટ સવારે 8.20 સુરત આવશે અને 8.50 વાગ્યે સુરતથી મુંબઈ જવા ઉપડશે. ચેન્નાઈ-સુરતની ફ્લાઈટ 28 ઓક્ટોબરથી શરૂ થશે. અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે. ચેન્નાઈથી રાતે 22.00 કલાકે સુરત આવશે અને સાંજે 16.20 કલાકે ઉપડશે.

સ્ટાર એર ની ઉડાન સ્કીમ હેઠળની નવી ફ્લાઇટ શરૂ થશે
29 ઓક્ટોબરથી જામનગર-સુરત વચ્ચે ડેઈલી ફ્લાઈટ ઓપરેટ થશે. સવારે 9.25 વાગ્યે આવશે અને બપોરે 12.55 કલાકે ઉપડશે. 29 ઓક્ટોબરથી સુરત-ભુજ ફ્લાઈટ શરૂ થશે. તેનું શિડ્યુલ સવારે 9.55 આવશે બપોરે 12.25 ઉપડશે. મુન્દ્રા સુરત વચ્ચે 29 ઓક્ટોબરથી ફ્લાઈટ શરૂ થવાની સંભાવના છે. રવિ અને સોમવાર સિવાય આખું અઠવાડિયું આ ફ્લાઈટ ઓપરેટ થશે. બપોરે 12.15 આવશે અને 12.45 ઉપડશે. જોધપુર-સુરતની ફ્લાઈટ સોમ, મંગળ, ગુરુ અને શનિવારે ઓપરેટ થશે. તે ફ્લાઈટ બપોરે 13.55 આવશે અને 14.25 રવાના થશે.

Most Popular

To Top