સુરત: (Surat) શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. દોઢ વર્ષના માસૂમ બાળકનું અચાનક મોત (Death) થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દોઢ વર્ષના નિખિલ માથુરને સવારે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેનું મોત નીપજ્યું હતું. બીમાર બાળકને ખાનગી હોસ્પિટલમાંથી સિવિલમાં (New Civil Hospital) ખસેડવામાં આવ્યું હતું. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મોતને લઈને પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતાં.
મળતી માહિતી મુજબ બાળકની પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાંથી તેને પછી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જો કે અચાનક જ બાળકનું શ્વાસ રૂંધાતા મોત થયું હોવાથી મૃત્યુનું કારણ અકબંધ છે. પરિવારના નાના દીકરાનું એકાએક મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
પરિવારના નાના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દીકરાના મોતને લઈને માતાનું સિવિલ હોસ્પિટલમાં માતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ જાણવા મળશે. જો કે, માતાએ રડતાં રડતાં કહ્યું કે, એવી કોઈ જ બીમારી નહોતી કે જેના કારણે તેનું મોત નીપજે. જો કે દીકરાના મોતને સ્વીકારી શકાતું નથી.