સુરત: (Surat) શહેરના માનદરવાજા વિસ્તારમાં ગઇકાલે રાત્રે (Night) યુવક ઉપર ચાર શખ્સોએ તલવારના (Sward) ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. બપોરે પૈસાની લેવડદેવડ બાબતે થયેલા ઝઘડાની (Quarrel) અદાવતમાં યુવકને જાનથી મારવાનો પ્રયાસ કરાયો હતો. સલાબતપુરા પોલીસે હત્યાની (Murder) પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- માનદરવાજા પાસે પૈસા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં યુવક ઉપર જીવલેણ હુમલો
- હુમલાખોરો ‘તું બચી જઇશ તો તને ફરી અમે જાનથી મારી નાંખીશુ’ તેવી ધમકી આપી ભાગી ગયા
- પૈસાની લેવડદેવડ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં યુવકને જાનથી મારવાનો પ્રયાસ કરાયો
માનદરવાજા ખાતે ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં રહેતા ૨૬ વર્ષીય બન્ટી સતિષભાઇ પટેલ (ધોડીયા પટેલ) વિશાલ ટેક્ષટાઇલ્સ માર્કેટમાં છુટક મજુરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. બંટીના બનેવી અનિલના નાના ભાઈ રોની સાથે ફરીદ શેખ ગઈકાલે બાઇક ઉપર જતા હતા. ત્યારે કાનજી ઉર્ફે કનો તથા તેના બે છોકરા રોહીત ઉર્ફે રાવણ તથા રાહુલ ઉર્ફે વડાંપાઉ તથા એક અજાણ્યો રોનીને માનદરવાજા રેલ રાહત કોલોની ખાતે રોકી માર માર્યો હતો. અને રોનીને માથાના ભાગે તલવાર મારી દીધી હતી. આ વાતની જાણ થતા બંટી તેની પત્ની અંજલીબેન તથા મહોલ્લાના બીજા અન્ય લોકો માનદરવાજા, રેલ રાહત કોલોની પાસે પહોંચી ગયા હતા.
રોની લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. અને કાનજી ઉર્ફે કનો મેઘજીભાઇ ગીલાતર તથા તેના દિકરા રોહીત ઉર્ફે રાવણ તથા રાહુલ ઉર્ફે વડાંપાઉ હાથમાં તલવાર લઇને રોનીને મારતા હતા. બંટી અને બધાને જોઈને આ ચારેય જણા ત્યાંથી ભાગી ગયા હતા. અને ભાગતા ભાગતા તું બચી જઇશ તો તને ફરી અમે જાનથી મારી નાંખીશુ” તેમ ધમકી આપી ગાળો આપી ભાગી ગયા હતા. રોનીને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં રોનીએ જણાવ્યુ હતું કે ગઇકાલે બપોરે તેના મિત્ર કોમલ ઉર્ફ ઢક્કનના પૈસા બાબતે મારી તથા રાહુલ ઉર્ફ વડાપાઉની વચ્ચે ઝધડો થયો હતો. તે વાતની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો.