સુરત (Surat) શહેરમાં ઓક્સિજનની અછત જોતા હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં (ArcelorMittal Company) હજાર બેડ ની ઓક્સિજન ની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર યુદ્ધસ્થરે ઉભું કરવામાં આવશે. આર્સેલર મિત્તલ ગેસ બેઝ ઓક્સિજન પ્લાન્ટ હોવાથી ત્યાંથી અન્ય કોઈ સ્થળ ઉપર ઓક્સિજન લઈ જઈ શકાતું નથી. પરંતુ ત્યાં ને ત્યાં જો કોરોના સંક્રમિત બેડ ઉભા કરવામાં આવે તો ત્યાં જ ઓક્સિજન દર્દીઓ સારવાર મળી શકે છે. આવનારા દિવાસોમાં આ ખુબ જ મહત્વપૂર્ણ કદમ છે અને ઓક્સિજન (Oxygen) ની જે અછત સર્જાઇ છે તે દૂર થઈ શકશે. સુરત શહેરના કલેક્ટર, પાલિકા કમિશનર, ડીડીઓ અને સ્થાનીક ધારાસભ્ય સ્થળની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓ જોઈ હતી. હાલ તાબળતોબ 250 બેડ શરૂ કરવા માટે શરૂઆત કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં બીજા હજાર બેડ ઉભા કરવામાં આવશે.
સુરત શહેરમાં ઓક્સિજનની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. મહારાષ્ટ્રની કંપનીએ ઓક્સિજનનો પૂરવઠો ઓછો કરી દીધો છે. જેથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં માત્ર 12 કલાક સુધી ઓક્સિજન ચાલે તેમ છે. આવી સ્થિતિમાં શહેરમાં અફરાતફરીનો માહોલ ઉભો થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. ખાનગી હોસ્પિટલની બહાર દર્દીના સંબંધીઓ પોતાના સ્વજન માટે ચિંતિત દેખાઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર સાથે કંપનીના સંચાલકોએ ચર્ચા કરી છે. ત્યારબાદ 1000 જેટલા ત્યાં ઉભા કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. 1000 જેટલા બેડ ત્યાં એક બે દિવસમાં તૈયાર કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા માટે વહીવટીતંત્રએ કામગીરી શરૂ કરી છે.
વહીવટી તંત્ર દ્વારા કંપની સંચાલકો સાથે ચર્ચા કરીને 250 બેડ શરૂ કરવા માટે શરૂઆત કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં બીજા હજાર બેડ ઉભા કરવામાં આવે તો કંઈક અંશે સુરત શહેરના રાહત થઇ શકશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. જણાવી દઈએ કે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ કંપનીમાં ઓક્સિજન બને છે. પરંતુ કંપનીની મર્યાદા એ છે કે, ઓક્સિજન સપ્લાય કરી શકે તેમ નથી. જેની પાછળ કેટલાક ટેકનિકલ કારણો છે. આવી સ્થિતિમાં જે દર્દીઓ છે. તેમને ત્યાં જ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કંપની દ્વારા દર્દીઓને ઑક્સિજન પૂરું પાડી શકાય એમ છે.