Charchapatra

સુરત અને ટ્રાફિક સંસ્કાર

અર્થવ્યવસ્થા જો સુધારવી હોય તો સંકલન અને વ્યવસ્થા સુધારવી જ પડે. સુરતમાં જે બહારથી આવતાં હતાં તે ટોણો મારીને જતા હતા કે સુરતીઓમાં ટ્રાફિક સેન્સ જવી પણ ટ્રાફિકને અંકુશમાં રાખવા માટે સુધારાથી જરૂર થાય છે. આજે નવા કમિશનર સાહેબ આવ્યા અને થોડાક દિવસમાં ટ્રાફિકના નિયમનું સુરતીઓને પાલન કરતાં શીખવી નાખ્યું અને તે જરૂર હતું. કારણ પહેલાં સુરતમાં ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા જેવાં હતાં. હવે નવા સાહેબે સીધા દોર ફાફડા જેવા કરી નાખ્યા છે.

હા, થોડું ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે, પણ પદ્ધતિસર ટ્રાફિકનું પાલન કરવાથી એકસીડન્ટ અને ટ્રાફિક જામ નહીંવત્ થઇ જશે. આપણે પણ મુંબઇ અને દુબઇની જેમ ડાહ્યાડમરા થઇને ટ્રાફિક સિગ્નલનું પાલન કરીને પોલીસ આજે જહેમત ઉઠાવે છે તેમાં સહભાગી થવું જોઈએ. આનું શ્રેય આપણા નવા કમિશનર સાહેબની સૂઝબૂઝને જાય છે.  થોડા વખતમાં સુરતીઓને આની ટેવ પડી જશે. સુરત એવું સીટી છે જે દરેકમાં નંબર વન છે માટે ટ્રાફિકના નવા સંસ્કાર જીવનમાં ઉતારીને ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસની સાથે રહીને સુરતને દરેકમાં નંબર વન રાખીશું.
સુરત     – તુષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top