SURAT

સુરત: અલથાણમાં ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પતરાનો સેડ તૂટી પડતા એકનું મોત, બે ગંભીર

સુરત: સુરતના (Surat) અલથાણમાં (Althan) નવ નિર્મિત ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket Ground) ઉપર ક્રિકેટ બોક્સ માટે પતરાનો સેડ બનાવતી વખતે વેલ્ડીંગ તૂટી જતા અકસ્માત સર્જાયો હોવની ઘટના સામે આવી છે. આ પતરાનો સેડ ત્રણ મજૂરો પર પડતા એકનું ઘટના સ્થળે મોત (Death) નીપજ્યું હતું. જ્યારે બેને ગંભીર હાલતમાં સિવિલ (Civil Hospital) લવાયા હતા. આ ઘટના અંગે સાથી મજૂરોએ કહ્યું હતું કે 15 દિવસથી કામ ચાલી રહ્યું હતું, 9 મજૂરો કામ કરતા હતા. જ્યારે આજે બનેલી દુર્ઘટનામાં ત્રણ પૈકી એકનું મોત નીપજ્યું છે.

પરિવારે જણાવ્યું હતું કે રોજિંદાની જેમ આજે પણ કામ પર ગયા હતા. ઘટનાના એક કલાક બાદ ખબર પડી કે અકસ્માતે 30 ફૂટ ઉપરથી પડી જતા સફિકભાઈ ઉર્ફે ઇકબાલ મીરજાનું મોત નીપજ્યું છે. દોડીને સિવિલ આવતા એમનો મૃતદેહ જ મળ્યો, આઠ બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પરિવાર નો આર્થિક આધાર સ્તંભ હતા.

આ મામલે સૈફ (હેલ્પર) એ જણાવ્યું હતું કે મોતને ભેટેલો સફિક ઉર્ફે ઇકબાલ મીરજા સહિત ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલો જાફર અને રવિ ત્રણેય વેલડર તરીકે કામ કરતા હતા. સેડ પર ચઢીને વેલ્ડીંગ કરતી વખતે અચાનક સેડ તૂટી પડતા ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે સફિક ઉર્ફે ઇકબાલ મીરજાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સફિક ઉર્ફે ઇકબાલ મીરજા અને જાફર લિંબાયત મારુતિ નગરના રહેવાસી છે. મળતી માહિતી મુજબ આ કામકાજનો કોન્ટ્રાકટર આરીફભાઈ નામના વ્યક્તિનો છે.

ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે ઘટના અલથાણ ગાર્ડન પાછળ આનંદ પાર્ક સોઆયટીની સામે ખુલ્લા પ્લોટમાં બની છે. ક્રિકેટ પ્રેક્ટિસ માટે બનાવવામાં આવતા લોખડના સેડ સાથે ત્રણેય વેલડર નીચે પટકાતા ઘવાયા હતા. જેમાં ઇકબાલ મીરજાનું મોત નીપજ્યું હતું. જ્યારે બેને ગંભીર ઇજા થઇ છે. જો કે આ મામલે હાલ વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top