SURAT

અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર

સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવતીકાલે બુધવારે અતિ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવાનો આદેશ કર્યો છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

  • આવતીકાલે સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર
  • સુરત શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોમાં આજ બપોરની પાળી બંધ કરાવાઇ આવતીકાલે તમામ સ્કૂલ્સ બંધ રહશે
  • જિલ્લા કલેકટરે અતિભારે વરસાદની આગાહીને પગલે તમામ શાળાઓ બંધ કરવા સૂચના આપી

સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે સુરતમાં બપોરની પાળીની તમામ સ્કૂલ બંધ કરાવાઇ હતી. આવતીકાલે તમામ સ્કૂલ્સમાં કલેકટરે રજા જાહેર કરી છે.
વિતેલા ગયા સપ્તાહથી રાજયભરમાં વરસાદની અતિવૃષ્ટિને કારણે મોટાપાયે ખાનખરાબી થઇ છે. રાજયમાં ઠેરઠેર આકાશી આફત ત્રાટકી છે. ભારે વરસાદને પગલે અડધા ગુજરાતમાં પાણી પાણી થઇ ગયુ છે. આ ઉપરાંત રાજયના હવામાન વિભાગે આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. જેને પગલે સુરત જિલ્લા કલકેટર ડો.સૌરભ પારઘી તેમજ સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહે મસલતો કરી આવતીકાલે રજા જાહેર કરી છે.

આ અંગે સુરત જિલ્લા કલેકટર ડો.પારઘીએ સુરત શહેર અને જિલ્લાની તમામ સ્કૂલ બંધ કરવા આદેશ આપ્યો છે. આવતીકાલે સુરત શહેરમાં તમામ બાળ ભવન,બાળ મંદિર, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંપૂર્ણ બંધ રહેશે. આજે પણ દિવસભર ડીઇઓ કચેરીના ફોન સતત રજા અંગે રણકતા રહયા હતા. અનેક શાળાના સંચાલકો તેમજ વાલીઓ ઉંચા જીવે રજા અંગે કોલ કરતા હતા. ડીઇઓએ આ અંગે તાત્કાલિક દરેક શાળા વિકાસ સંકુલના વોટસએપ ગૃપમાં મેસેજ ફોરવર્ડ કરી બપોરની પાળીની શાળાઓ બંધ કરાવી હતી. આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ આવતીકાલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.

Most Popular

To Top