પારડી : પારડી (Pardi) મામલતદાર કચેરી સામે નેશનલ હાઇવે નં.48 વાપીથી (Vapi) સુરત (Surat) તરફ જતાં ટ્રેક (Track) ઉપર વલસાડ એલસીબીની (Valsad LCB) ટીમને મળેલી બાતમીના આધારે વોચ (Watch) ગોઠવી હતી. તે દરમિયાન દમણથી (Daman) કાર નં.જીજે 14 ઈ 7660 માં દારૂનો (Alcohol) જથ્થો ભરીને સુરત તરફ લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા પાછળની સીટ નીચે ચોરખાનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી નટ બોલ્ટ પાના વડે ખોલીને જોતા દારૂની બાટલી નંગ 223 જેની કિં.રૂ.28,900 મળી આવી હતી. પોલીસે કારની કિં.રૂ. ૩ લાખ સહિત કુલ રૂ.3.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારચાલક નારાયણ રામદીન રાઠોડ (રહે. સુરત)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર બગલી (રહે.દમણ)ને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. સમગ્ર મુદ્દામાલ પારડી પોલીસને કબજો સોંપી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
કડોદરાથી સુરત લઈ જવાતા દારૂ સાથે મહિલા, કિશોર સહિત ચાર ઝડપાયાં
પલસાણા: કડોદરા ખાતે CNG કટ પાસેથી પોલીસે એક રિક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક કિશોર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે. વાપીથી બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પલસાણા આવ્યા બાદ રિક્ષા ભાડે કરી આ જથ્થો સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. જો કે, પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ તેમજ રિક્ષા મળી કુલ રૂ.47,303ના મુદ્દામાલ સાથે મહિલા અને કિશોર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટાફના માણસો ગતરોજ બંદોબસ્તમાં હતા. એ દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક રિક્ષામાં મહિલા તેમજ બે પુરુષ વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં જનાર છે. જે હકીકતના આધારે કડોદરા પોલીસ સ્ટાફના માણસોએ CNG કટ નજીક વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમી મુજબની રિક્ષા નં.(GJ-05-XX-4310) આવતાં તેને અટકાવી હતી અને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના 479 પાઉચ કિંમત રૂ. 27,303નો જથ્થો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂના જથ્થા સાથે એક કિશોર તેમજ એક મહિલા ઊર્મિલાદેવી શ્યામધર સરોજ, રાહુલ રાજમણી યાદવ તથા ગિરધારી ગરીબા ધીરસિંગ જાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો વાપીથી ભરી ટ્રકમાં બેસી પલસાણા સુધી લાવ્યા હતા. અને ત્યાંથી રિક્ષા ભાડે કરી સુરત શહેરમાં લઈ જઈ રહ્યા હતા. આ વિદેશી દારૂનો જથ્થો સોનુએ ભરાવ્યો હતો તેમજ વિદેશી દારૂ મંગાવનાર સુરત શહેરના ગોલવાડ ખાતે રહેતા મુકેશને કડોદરા પોલીસે વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.