રત એરપોર્ટના વેસુ તરફના રન-વે પર મોટા વિમાનના લેન્ડિંગ વખતે 36 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગના બાંધકામોની ઉંચાઇ નડે છે તે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં 2019માં થયેલી સિવિલ એપ્લિકેશન (63/2019 અને 7399/2019)ના મામલામાં ગુજરાત હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિવેદનની વિપરીત ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન વિભાગ દ્વારા રજૂઆત કરાતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ આસુતોષ જે. શાસ્ત્રીની બેન્ચે ડીજીસીઆઇને 18 ફેબ્રુઆરીએ એફિડેવિટ રજૂ કરવા આદેશ જારી કર્યો હતો.
ડીજીસીઆઇએ નિવેદનમાં એવું જણાવ્યું હતું કે સુરત એરપોર્ટના રન-વેને લગભગ કોઇ મિલકતો વિમાનના લેન્ડિંગ વખતે નડતી નથી, બીજી તરફ એનઓસી આપનાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 36 મિલકતોના બાંધકામની ઉંચાઇ નડતી હોવાની નોટિસ આપી હોવાથી હાઇકોર્ટે ડીજીજીઆઇને સમજી વિચારીને જવાબદારી સાથે એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હતું. બે ઓથોરિટીના નિવેદનોમાં ફેર આવતા હાઇકોર્ટે ડીજીજીઆઇને સંપૂર્ણ ખાતરી કર્યા પછી એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું છે. જેને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ અગાઉ બાંધકામ તોડવા માટે ડીજીજીઆઇ અને એએઆઇ દ્વારા બિલ્ડરોને નોટીસો પાઠવવામાં આવી હતી. 2019માં વિશ્વાસ ભાંભુરકર દ્વારા પીટીશન દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીના રોજ આ મામલામાં હાઇકોર્ટે કોમન ઓરલ ઓર્ડર આપ્યો હતો. સુનાવણી દરમિયાન મદદનીશ સોલીસીટર જનરલ ક્ષિતિજ અમીન ડીજીસીએ વતી બી. રાજુ, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા વતી એડવોકેટ ધવલ નાણાવટી, સુરત મનપા વતી એડવોકેટ કે.બી. નાયક અને બે પીટીશન કર્તાઓ વતી એડવોકેટ એ. જે. યાજ્ઞિક હાજર રહયા હતા.