SURAT

સુરત એરપોર્ટ પર એક જ સમયે બે વિમાનો રન-વે પર સામ સામે આવી ગયા

સુરત: (Surat) સુરત એરપોર્ટનાં (Airport) રનવેનાં (Runway) બંને છેડે પેરેલલ ટેક્સી ટ્રેકના અભાવે બપોરે પીક અવર્સમાં એક જ સમયે 2થી 3 ફ્લાઈટ આવી જતી હોવાથી એટીસીની સજાગતા વધી જતી હોય છે. આજે રવિવારે ફરી સુરત એરપોર્ટના રન-વે પર એક જ સમયે બે વિમાનો સામ- સામે આવી ગયા હતા.એક એરક્રાફ્ટ ડુમસ તરફથી લેન્ડિંગ થઈ એપ્રન પર ગયું, બીજું વેસુ તરફથી ટેક ઓફ થયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક એરક્રાફ્ટ એપ્રોન પર, બીજું ટેકઓફ એપ્રોચ પર અને ત્રીજુ લેન્ડ થયા પછી ટર્મિનલ તરફ આગળ વધી ગયું હતું.

  • સુરત એરપોર્ટ પર ફરી એક જ સમયે બે વિમાનો રન-વે પર સામ સામે આવી ગયા
  • રન-વેના બંને છેડે પેરેલલ ટેક્સી ટ્રેકના અભાવે પિક અવર્સમાં સમસ્યા કાયમી બની

એરપોર્ટ ઓથોરિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ પૂર્ણ થઈ જશે એ પછી રન-વે ખુલ્લો રહેશે ત્યારે આ સમસ્યા ઊભી નહીં થાય, પીટીટી હોય તો લેન્ડિંગ થતી ફ્લાઈટ પીટીટી પર જાય અને ટેક ઓફ થનારી ફ્લાઇટને રાહ જોવી ન પડે. બપોરે ત્રણ કલાકના સમયગાળામાં ટૂંકા સમયે એક સાથે પાંચ ફ્લાઇટ ઓપરેટ ભેગી થઈ જાય છે. ચેન્નાઇથી આવેલી ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે સુરતથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટને ટેક માટે રન-વે પર રાહ જોવી પડી હતી. જ્યારે ત્રીજી ફ્લાઈટ એપ્રન પર ઊભી હતી. જુલાઈ મહિનામાં સુરત એરપોર્ટના 353 કરોડના વિકાસના કામો પુરા કરવાની વડાપ્રધાન કાર્યાલયથી સૂચના છતાં પેરેલલ ટેક્સિ ટ્રેકનું ફેઝ-2નું કામ હજી 50% પણ પૂરું થયું નથી. સુરતમાં 10 જૂન પછી ચોમાસુ જામતું હોવાથી આ કામ જુલાઈ સુધીમાં પૂરું થાય એવી શકયતા ઓછી છે. સુરત એરપોર્ટ પર સિંગલ રન-વે હોવાથી લેન્ડિંગ થયેલી ફ્લાઇટ જ્યાં સુધી રાઉન્ડ મારીને ટર્મિનલ બિલ્ડીંગના એરોબ્રિજ સુધી ન આવે ત્યાં સુધી ટેકઓફ થનારી ફ્લાઇટે રન-વે પર રાહ જોવી પડી છે.

આ કોઈ જોખમી પ્રેક્ટિસ નથી તેવું એરપોર્ટના સૂત્રો કહે છે
આજે દિવસમાં આવું બે વાર બન્યું હતું, કોચીન જવા માટે ફ્લાઈટ રનવે પર ટેક ઓફ થવા માટે ઊભી હતી ત્યારે દિલ્હીથી ઇન્ડિગોની ફ્લાઇટે લેન્ડીંગ કર્યું હતુ, આ ફ્લાઇટ રાઉન્ડ મારીને ટર્મિનલ બિલ્ડીંગ સુધી પહોંચે ત્યા સુધી કોચીની ફ્લાઇટે રાહ જોવી પડી હતી. બીજીવાર બપોરે 3.10 કલાકના સમયે ચેન્નાઇ-સુરત ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે દિલ્હી જતી ફ્લાઇટને રાહ જોવી પડી હતી.એરપોર્ટનાં સુત્રોનું કહેવું છે કે,જે એરપોર્ટ પર પીટીટીની સુવિધા નથી હોતી ત્યાં આવું સામાન્ય રીતે બનતું હોય છે. એ કોઈ જોખમી પ્રેક્ટિસ નથી

Most Popular

To Top