SURAT

આ સર્વિસ શરૂ થાય તો બે જ વર્ષમાં સુરત એરપોર્ટ પર 4 મિલિયન પેસેન્જરનો ટ્રાફિક નોંધાશે

સુરત: (Surat) નાણાંકીય વર્ષ 2021-22માં એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 દરમ્યાન સુરત એરપોર્ટના (Surat Airport) ડોમેસ્ટિક કાર્ગો (Cargo) ટર્મિનલમાં રેકોર્ડ બ્રેક 4420 મેટ્રિક ટન માલ સામાનની હેરફેર રહી છે. સૌથી વધુ માલની હેરફેર દિલ્હી-સુરત રૂટ પર 1625.8 મે. ટન, બેંગલુરુ- સુરત રૂટ પર 486.8 મે. ટન, કોલકાતા-સુરત રૂટ પર 480.3 મે. ટન, હૈદરાબાદ-સુરત રૂટ પર 348.8 મે. ટન નોંધાયો છે. ગોવા-સુરત રૂટ પર 191.4 મે. ટન, પટના-સુરત રૂટ પર 159.1 મળી 4420 મેટ્રિક ટન કાર્ગોની હેરફેર નોંધાઇ છે.

  • સુરત એરપોર્ટ પર એપ્રિલ-2021થી ફેબ્રુઆરી 2022 દરમિયાન 4420 મેટ્રિક ટન કાર્ગોની હેરફેર રહી
  • સૌથી વધુ માલસામાન સુરત-દિલ્હી રૂટ વચ્ચે 1625 મેટ્રિક ટનનો રહ્યો

એરપોર્ટ ઓથરિટીને એપ્રોચ લાઈટ અને કેટ 2 અથવા કેટ 3 કેટેગરીની લેન્ડિંગ સિસ્ટમ મૂકવા વારંવાર માંગણી આજે ફરીવાર તેની માંગણી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. સુરતથી મેડિકલ ડિવાઇસ, એન્જિનિયરિંગ ઈક્વિપમેન્ટ્સ, આઇટીના સાધનો, દવાઓ, હોસ્પિટલના સાધનો ફેબ્રિક્સ સહિતનો સામાન મોકલવામાં આવે છે.

ઇન્ટરનેશનલ સેક્ટર માટે ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલની માંગ
ઇન્ટરનેશનલ સેક્ટર માટે ફલાઇટ ઓપરેટર સાથે સંવાદ કરતા તેમણે બે જરૂરિયાત પર વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ (We Work For Working Airport) ગ્રુપનું ધ્યાન દોર્યું છે. ઇન્ટરનેશનલ કાર્ગો માટેની સુવિધા અને ઇન્ટરનેશનલ લેવલની કેટરિંગ સર્વિસ, જેમાં કેટરિંગ સર્વિસ તો હોટેલ સાથે ટાઈઅપ કરી આ સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ ઇન્ટરનેશનલ કાર્ગો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ દ્વારા તુરંત નિર્ણય લેવો જરૂરી છે, આ અગાઉ ગ્રુપ દ્વારા AAICLAS ને પણ રજૂઆત કરી હતી.

સુરત એરપોર્ટ પર માળખાગત સુવિધા વધારવા માંગ
સુરત એરપોર્ટ 2016-17માં વાર્ષિક 1.76 લાખ મુસાફરોથી વધીને 2022-23માં 20 લાખ થવાની ધારણા છે. સુરત એરપોર્ટ નવા ટર્મિનલ બિલ્ડીંગ, સમાંતર ટેક્સીવે, પાર્કિંગ બે અને અન્ય વિવિધ પ્રોજેક્ટ્સ સાથે વિશાળ વિસ્તરણ મોડમાં જઈ રહ્યું છે જે સુનિશ્ચિત કરશે કે સુરત 2024-25 સુધીમાં 4 મિલિયન વાર્ષિક પેસેન્જર એરપોર્ટ બનશે.

Most Popular

To Top