SURAT

સુરત એરપોર્ટ પાર્કિંગ મામલે એરપોર્ટ ડાયરેક્ટરે કહ્યું- એરલાઇન્સે નાઈટ પાર્કિંગ માટે તેમને કોઈ અરજી કરી નથી!

સુરત: (Surat) ગુજરાત ભાજપના પ્રમુખ અને સાંસદ તથા સુરત એરપોર્ટ (Surat Airport) મેનેજમેન્ટ એડવાઇઝરી કમિટીના ચેરમેન સીઆર.પાટીલનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે ગો-ફર્સ્ટ એરલાઇન્સ દ્વારા સુરતથી દિલ્હી,કોલકાતા અને બેંગલુરૂની ત્રણે ફ્લાઈટ હાલ પૂરતી કેમ બંધ કરવામાં આવી છે.એના કારણો જાણીશું જો એરલાઇન્સને સુરત એરપોર્ટ પર વિમાન માટે નાઈટ પાર્કિંગની (Night Parking) સુવિધાની જરૂર હશે તો શહેર હિતમાં આ સુવિધા અપાવવા પ્રયાસ કરીશું. સુરત એરપોર્ટને લાગે વળગે છે ત્યાં સુધી એરલાઇન્સને કોઈ સમસ્યા હોય તો સાંસદોનો સંપર્ક કરી રજૂઆત કરી શકે છે. અમારા પ્રયાસ સુરતને વધુમાં વધુ એર કનેક્ટિવિટી (Air Connectivity) અપાવવાનો છે.

ગો-ફર્સ્ટની ફ્લાઈટ કયા કારણોસર હાલ બંધ રાખવામાં આવી છે એ અંગે એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈની પાસે વિગત જાણી છે. એમનું કહેવું છે કે એરલાઇન્સે નાઈટ પાર્કિંગ માટે તેમને કોઈ અરજી કરી નથી.એમની અરજી આવશે તો અત્યારે સુરત એરપોર્ટ પર પાંચમું પાર્કિંગ કમિશન્ડ થવાની તૈયારીમાં છે એ પાર્કિંગ ફાળવીશું. એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોના જણાવ્યાં મુજબ સુરત એરપોર્ટ પર નાઈટ વિમાન પાર્કિંગ માટે 5 મોટા વિમાનના હેંગરની સુવિધા છે .તે પૈકી 3 હેંગર ખાલી છે.એક હેંગર એર ઇન્ડિયા એક્સપ્રેસને,એક સ્પાઈસ જેટને આપવામાં આવ્યાં છે.1 હેંગર ઇમરજન્સી માટે,એક ડાયવર્ઝન માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે.જ્યારે એક હેંગર ખાલી ખાલી પડ્યું છે. જોકે એરપોર્ટ ડાયરેક્ટરના દાવા પ્રમાણે પાંચમું પાર્કિંગ કમિશન્ડ થવાનું બાકી છે.જોકે એરલાઇન્સે નાઈટ વિમાન પાર્કિંગ નથી માંગ્યું એ બાબતે ખુલાસો કરવાનું ટાળ્યું છે.

ગો-ફર્સ્ટને દિલ્હી-સુરતની મોર્નિંગ ફ્લાઈટને પેસેન્જર ન મળતાં હોવાથી રાતે સુરતમાં વિમાન પાર્ક કરી સવારે સુરત-દિલ્હી ફ્લાઈટ ચલાવવા માંગે છે એવી એવિએશન ગ્રુપમાં ચર્ચા છે. રાતે 09-30 કલાકે ફલાઇટ સુરત આવી પાર્કિંગ એરિયામાં પાર્ક થાય અને સવારે 06-30 કલાકે સુરતથી દિલ્હી જવા રવાના થાય તો સુરતથી એરલાઇન્સને પેસેન્જર મળી શકે છે એવી રજુઆત થઈ ચૂકી છે.

સુરતથી ત્રણે ફ્લાઈટ રિશીડ્યુલ કરી ફરી શરૂ કરીશું:ગો-ફર્સ્ટ
ગો-ફર્સ્ટ એરલાઇન્સના જનરલ મેનેજર (ઈઆરએમ-પીઆર) રત્નદીપ એન.સુર એ જણાવ્યું હતું કે સુરતથી અમે શરૂ કરેલી ફ્લાઈટ રી-શિડયુલ કરી ફરી શરૂ કરીશું.આ ટેમ્પરરી ફૅઝ છે.સુરત એરપોર્ટથી નાઈટ પાર્કિંગ ન મળવાના કારણોસર અમે ત્રણે ફ્લાઈટ બંધ કરી નથી.એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સાથે અમારા ખૂબ સારા સંબંધો છે.જે ત્રણ ફ્લાઈટ સુરતથી ચાલી રહી હતી એ દિલ્હી,બેંગલુરુ અને કોલકાતા રૂટની ફ્લાઈટ અમે ફરી રિશીડ્યુલ કરી શરૂ કરીશું.અત્યારે અમે અમારી વિમાની સેવાઓને પુન:અસરકારક બનાવી રહ્યાં છે જેથી કોમર્શિયલી વાયેબલ બની રહે.સુરત અમારા એર ઓપરેશન માટે મહત્વનું સ્ટેશન છે.

Most Popular

To Top