SURAT

સુરત એરપોર્ટનો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી માટેનો રસ્તો ખુલ્યો, આજથી સુરત એરપોર્ટની સુરક્ષા CISFને હવાલે

સુરત: (Surat) આજે 9 ફેબ્રુઆરીથી સુરત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી (Security) ફોર્સને (સીઆઈએસએફ) (CISF) સોંપાઈ છે. સુરત એરપોર્ટ (Surat Airport) પર સવારે 08:30 કલાકે સાંસદ સીઆર.પાટીલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સીઆરએસએફ જવાનો ડેપ્યુટ કરવા માટે ઇન્ડક્શન સેરેમની યોજાઈ હતી. પ્રારંભમાં 254 જવાનો ત્રણ પાળીમાં તહેનાત કરવામાં આવશે.

2006-07માં ગુજરાત સરકાર હસ્તકનું સુરત એરપોર્ટ કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલય હસ્તકના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સોંપાયા પછી 2014 પછી આવેલી ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઈટ શરૂ કરતાં પહેલાં સુરત એરપોર્ટને દેશના 20 કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટની શ્રેણીમાં સામેલ કરી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરાવી હતી. જોકે કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટની શ્રેણીમાં સુરત એકમાત્ર એરપોર્ટ હતું જ્યાં એરપોર્ટ અને પેસેન્જરની સુરક્ષા અને સલામતી રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના કરાર મુજબ સુરત પોલીસને હવાલે હતી. આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ઓપરેટ કરનાર એરલાઇન્સ સીઆઈએસએફનો બંદોબદસ્ત નહીં હોવાથી સુરતથી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી આપવા અચકાતી હતી.

સુરતના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાના બ્યુરો ઓફ સિવિલ એવિએશનના ડિજી બનતા સુરતના બંને સાંસદ, ચેમ્બર, એરપોર્ટ અવેરનેશ ગ્રુપના પ્રયાસોથી 300થી વધુ સીઆઈએસએફના જવાનોના બંદોબસ્તની ભલામણ કેન્દ્રના ગૃહમંત્રાલયને મોકલાતાં ગૃહ મંત્રાલયે મહેકમ મંજૂર કર્યું હતું.

તા.૧૦ જૂન ૨૦૨૦ માં ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફિકેશન મુજબ ૩૬૦ જેટલા CISF જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. CISF જવાનો માટે ૧૦૦% ફેમિલી સાથે રહેવાની વ્યવસ્થા, CISF અને સુરત એરપોર્ટ સાથેના ધારણા પત્રમાં હસ્તાક્ષર જેવા શરતોની પાલન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ઉડાન માટે CISF સુરક્ષા મહત્વની હોય છે. CISF સુરક્ષા મળવાથી હવે અન્ય કેટલીક ખાનગી એરલાઈન્સની સુરત એરપોર્ટ પર આવવાની સંભાવના વધી છે.

એર ઇન્ડિયાની દિલ્હી-સુરત ફ્લાઈટના એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતાં ફ્લાઈટ રદ કરાઈ
સુરત: ગઈકાલે સવારે એર ઇન્ડિયાની દિલ્હી-સુરત ફ્લાઈટ સુરત એરપોર્ટ આવ્યા પછી દિલ્હી પરત જતી વખતે એરક્રાફ્ટમાં હાઇડ્રોલિક પ્રોબ્લેમ ઊભો થતાં એરલાઈન્સે સવારે 3 થી 4 કલાકના મેઇન્ટેનન્સ કામ પછી આ ફ્લાઈટ રદ કરી દીધી હતી. મુંબઈથી ટેકનિકલ સ્ટાફ આવ્યા પછી ટેકનિકલ ક્ષતિ દૂર થતાં ફ્લાઈટ રાતે દિલ્હી જવા રવાના થઈ હતી. ફલાઇટ દિલ્હીથી સુરત આવી હતી પણ સુરતથી દિલ્હી જઈ શકી નથી. એન્જિનમાં ખામીને લીધે એર ઇન્ડિયાની સવારની દિલ્હી-સુરત ફ્લાઈટ રદ કરવામાં આવતા પેસેન્જર્સ અટવાયા હતાં કેટલાક પેસેન્જરો એરપોર્ટથી બીજી એરલાઇન્સ ટિકીટ કઢાવી દિલ્હી પહોંચ્યા હતાં.

Most Popular

To Top