SURAT

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અડધી રાતે સુરત એરપોર્ટ પર એવું શું થયું કે આકાશ ગુંજી ઊઠ્યું…

સુરત: ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સોમવારે મધરાત્રે સુરતના એરપોર્ટ પર કંઈક એવું થયું હતું કે જેના લીધે સુરતનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. એક બાદ એક 3 ઈન્ટરનેશનલ અને એક ડોમેસ્ટીક ફ્લાઈટ આવી પહોંચી હતી. પહેલીવાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ સુરત પર આવતા દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાને વળતા હુમલામાં કતાર, ઇરાક અને બેહરીનમાં અમેરિકન એરબેઝ પર હુમલો કરતા મધ્ય પૂર્વના દેશોમાં જતી કેટલીક ફ્લાઇટ સુરત એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતીછે. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી શારજાહ જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

  • મોડી રાતે સુરતનું એરપોર્ટ મિડલ ઈસ્ટ જતી ફ્લાઇટ્સથી ગુંજી ઉઠ્યું

જયારે એર ઇન્ડિયા એક્સપ્રેસની અમૃતસરથી દુબઈ જતી, ઈન્ડિગોની મુંબઈથી મસ્કત જતી, એર ઈન્ડિયાની મુંબઈથી દમ્મામ જતી અને ઇન્ડિગોની હૈદરાબાદથી અબુ ધાબી જતી ફ્લાઇટ સુરત એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. મોડી રાતે સુરતનું આકાશ લેન્ડિંગ માટે આવેલા વિમાનોથી ગુંજી ઉઠ્યું હતું.

4 ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરવામાં આવી

  • અમૃતસર દુબઈ એરઈન્ડિયા એક્સપ્રેસ
  • મુંબઈ મસ્કટ ઈન્ડિગો
  • મુંબઈ દમ્મામ – એર ઇન્ડિયા
  • હૈદરાબાદ અબુ ધાબી ઈન્ડિગો
  • સુરત શારજાહ રદ એરઈન્ડિયા એક્સપ્રેસ

અમૃતસર થી દુબઈ જનારી ફલાઇટ ને સુરત એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઈ
સુરત : યુએઈ સરકારે ઇરાનના કતાર,ઇરાક અને બેહરીનમાં આવેલા અમેરિકન એરબેઝ પર હુમલો કર્યા પછી યુનાઈટેડ અરબ એમિરેટ્સ સરકારે દુબઈ, અબુધાબી, શારજાહ અને રસ અલ ખાઇમાં એરપોર્ટ બંધ કર્યા છે. દરમિયાન અમૃતસરથી દુબઈ જઈ રહેલી એરઈન્ડિયા એકસપ્રેસની ફ્લાઇટ IX 191 રાતે 12.05 કલાકે સુરત એરપોર્ટ ડાઇવર્ટ કરી સેફ લેન્ડિંગ કરાવવામાં આવી છે. મિડલ ઈસ્ટ જતી કેટલીક વધુ ફ્લાઇટ સુરત ડાઇવર્ટ થઈ શકે છે.મુંબઈ એરપોર્ટ વ્યસ્ત હોવાથી ફ્લાઇટ સુરત આવી શકે છે. સુરત એરપોર્ટ 24 બાય 7 એર ઓપરેશન સેવા માટે 90 દિવસની મર્યાદા સાથે સજ્જ છે.

Most Popular

To Top