કોરોનાની મહામારીમાં તમામ વેક્સિન, મેડિકલના સાધનો તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સલામત રીતે લોડિંગ થાય અને તેના મૂળ સ્થાને સમયસર પહોંચે તે માટે સુરત એરપોર્ટ અથાગપણે કામગારી બજાવી રહ્યું છે.
એપ્રિલ અને મે 2021 દરમિયાન સુરત એરપોર્ટ દ્વારા 5143 કિલોગ્રામ (397 નંગ) ઓક્સિજન કન્સટ્રેટર, 1023 કિલોગ્રામ (22 નંગ) ઓક્સિજન સિલિન્ડર તથા 1435 કિલોગ્રામ (92 નંગ) કોવિડ વેક્સિન તેના સલામત સ્થળે ટ્રાન્સપોર્ટ કરાયા હતા. એરપોર્ટે આઇએએફ C-17 ગ્લોબમાસ્ટર મુવમેન્ટની પાંચ ફ્લાઇટને સવલત આપી હતી જે રિફીલિંગ માટે ઓક્સિજન ટેન્કર સુરત લઈને આવી હતી.
સુરત એરપોર્ટ દેશનું એવું પ્રથમ એરપોર્ટ હતું જ્યાં સ્થાનિક સત્તાવાળાઓએ બહારથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર જ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. ટીકા ઉત્સવ દરમિયાન પણ તમામ મુસાફરો માટે કોવિડ વેક્સિનેશન કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી.