SURAT

તક્ષશિલાકાંડ ભૂલાઇ ગયો: વીસ મહિના થયા, હજુ આ કામગીરી કાગળ પર

સુરત: (Surat) સરથાણાના તક્ષશિલા (Takshshila) કાંડને 20 મહિના પુરા થવા છતા અસરગ્રસ્તોને પુરો ન્યાય હજુ સુધી મળ્યો નથી. વરાછમાં અદ્યતન ફાયર સ્ટેશન (Fire Station) બનાવવાની વાત કાગળ પર રહી છે. બાવીસ ભૂલકાઓના ભોગ પછી અધિકારીઓ ફરીથી છૂટી ગયા છે. કોઇ અધિકારી સામે પાલિકાએ ડીસમીસ જેવુ શસ્જ્ઞ ઉગામ્યુ નથી. આ ઉપરાંત ડીજીવીસીએલના તત્કાલિન એમડી તથા તેમના સહાધ્યાસીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ડીજીવીલીએલના નિયમોનું પાલન જે તે સમયે કરાયું ન હતું. ડીજીવીસીએલના તત્કાલિન ચેરમેન અગ્રવાલ આદ્રા અગ્રવાલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સામે કોઇ ખાતાકિય કામગીરી પણ કરી નથી. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ જે અધિકારીઓ સામે પગલા લીધા છે તે ઉપરાંત આકરણી વિભાગના અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ તે લીધા નથી. આમ આખો મામલો બે વર્ષ પછી ભૂલાઇ ગયો છે.

આ મામલે પોતાની દિકરી ગુમાવી ચૂકેલા વાલી જયસુખ ગજેરાએ પત્રકારોને જણાવ્યુંકે તેઓ સાથે અને બાવીસ બાળકોની લાશ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આજે અસરગ્રસ્તો પરિવારોએ ભોગ બનેલા 22 વિદ્યાર્થીઓને 20મી માસિક શ્રધ્ધાજંલી અર્પી હતી. તક્ષશિલા કાંડના અસરગ્રસ્તો પૈકીને જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના બીપીએમસી એક્ટ મુજબના નિયમો અને ગાઇડલાઇન બાબતે રજૂઆત કરાઇ છે. અગાઉ ગત તારીખ 11 ડિસેમ્બર 2019ના રોજ તથા ત્યારબાદ 4 ડિસેમ્બર 2020ના રોજ પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરને આવેદનપત્રો આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ફાયર, ડીજીવીસીએલ, સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ્રાચારના કારણે 22 માસુમ બાળકો ભોગ બન્યા છે.

ડીજીવીસીએલના તત્કાલિન ચેરમેન અગ્રવાલ આદ્રા અગ્રવાલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સામે કોઇ ખાતાકિય કામગીરી પણ કરી નથી. ડીજીવીલીએલના નિયમોનું પાલન જે તે સમયે કરાયું ન હતું. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ જે અધિકારીઓ સામે પગલા લીધા છે તે ઉપરાંત આકરણી વિભાગના અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ તે લીધા નથી. જે તે સમયે મનપાના એડિ. કમિશનર અને ફાયર વિભાગના વડા સામે પણ ઉચ્ચ અધિકારીઓએ પગલા લીધા નથી.

આરટીઆઇ એકટીવીસ્ટ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, શહેરમાં બીજીવાર ઘટના નહીં બને તે માટે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતની જનતા વતી કેન્દ્રના માનવ અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અસરગ્રસ્ત પરિવારો માટે વળતરની માંગણી પણ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top