સુરત: અડાજણ (Adajan) વિસ્તારમાં બે કાર (Car) સળગીને ખાખ થઇ ગઇ. આ ઘટના પાછળનું કારણ (Reason) GEBના ટ્રાન્સફોર્મરનું ઓઇલ લિકેજ છે એમ માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ તાત્કાલિક બળતી કારોને નિયંત્રણમાં લાવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. કોઇ વ્યક્તિનું મૃત્યું થયું નથી. દાઝી ગયેલા વાયરમેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મર પર કામ કરતી વખતે આ દુર્ઘટના બની હતી. જોકે તેની પાછળનું કારણ GEB જ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં વાયરમેનની હાલત ગંભીર છે. તેમજ બંને કારો બળીને ખાખ થઇ ગઇ છે.
- બે કારો બળીને ખાખ થઇ
- ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યું
- વાયરમેનની હાલત ગંભીર
આ દુર્ઘટના પાછળના કોઇ ચોક્કસ કારણ જવાબદાર હોઇ શકે છે. મળતી માહિતી મુજબ જે બંને કારો બળી હતી. તેમાં એક કાર GJ5JR 8410 સ્વિફ્ટ ડિઝાયર છે જે મનીષ પટેલની છે. જ્યારે બીજી કાર GJ5CM 6112 વેગનઆર છે જે અમ્બુ પટેલની હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ઘટના પાછળ ટ્રાન્સફોર્મરનું ગરમ ઓઈલ લિકેજ કારણ હોય તેવું સામે આવી રહ્યું છે. અડાજણ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર સંપત સુથારએ માહિતી આપી હતી કે બપોરના લગભગ 1:40 મિનિટએ કોલ આવ્યો હતો. ત્યાર બાદ ઘટનાની જાણ થતાં જ અડાજણ અને પાલનપુર પાટિયાની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચવા નીકળી ગઇ હતી. ઘટના સ્થળે હાજર દાઝી ગયેલ વાયરમેન 46 વર્ષીય બાબુભાઇને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતાં. તેમજ સળગતી કારો ઉપર ફાયરબ્રિગેડે પાણીનો મારો મારી આગને નિયંત્રણમાં લઈ લીધી હતી. તેમના પ્રયત્નો બાદ આશરે 45 મિનિટમાં આગ કાબુમાં આવી ગઈ હતી.