સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર એસિડ (Acid) પી લેતા તેનું 11 દિવસની સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર પાંડેસરા હરિઓમનગર ખાતે રહેતા વિનોદ વેદપ્રકાશ મિશ્રા (ઉ.વ.40) કતારગામમાં રત્નકલાકારનું (Diamond Worker) કામ કરે છે. વિનોદે ગઇ તા.14 ડિસેમ્બરે પોતાનાં ઘરે એસિડ ગટગટાવી લીધું હતું.
- પાંડેસરામાં રહેતા ચાર પુત્રીના રત્નકલાકાર પિતાનો એસિડ પી આપઘાત
- ક્યા કારણોસર એસિડ પીધું હતું તે જાણી શકાયું નથી
તેનો ભાઇ વિનોદને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં 11 દિવસની સારવાર બાદ ગત મોડી રાત્રે વિનોદનું મોત નિપજ્યું હતું. મુળ યુ.પી.ના વતની વિનોદને ચાર પુત્રી છે. તેણે ક્યા કારણોસર એસિડ પીધું હતું તે જાણી શકાયું નથી. બનાવ અંગે પાંડેસરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂનો નશો કરીને રોડ સાઇડે બેસી ગયેલા યુવાનને બસે અડફેટે લેતા ઇજાગ્રસ્ત
લિંબાયત વિસ્તારના રહેતો યુવાન દારૂનો નશો કરીને યુનિક હોસ્પિટલ પાસેના રોડ ઉપર બેસી ગયો હોય બીઆરટીએસ રૂટની બસે તેને અડફેટે લેતા બંને પગના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળથી વિગતો અનુસાર લિંબાયત ઓમનગર ખાતે રહેતો અને મુળ તેલંગાણાનો વતની રાકેશ વૈંકટેશ મોર્યમ (ઉ.વ.35) લુમ્સ કારખાનામાં કામ કરતો હતો. રાકેશ ગત સાંજે ખટોદરા યુનિક હોસ્પિટલ વાળા રસ્તા પાસે ઝેબ્રા ક્રોસિંગ ઉપર દારૂના નશાની હાલતમાં બેઠો હતો. ત્યારે પસાર થતી બીઆરટીએસ બસે તેને અડફેટે લેતા બંને પગે ગંભીર ઇજા થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.