સુરત: પાંડેસરા તેરે નામ ચોકડી નજીક પાલિકાના ટ્રકે સાયકલ (Bicycle) સવાર વૃદ્ધને અડફેટે લઈ કચડી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વહેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ વૃદ્ધને સારવાર માટે સિવિલ (Civil Hospital) લવાતા મૃત (Death) જાહેર કરાયા હતા. મૃતકના પુત્રએ કહ્યું કે અમે પપ્પા ની રાહ જોતા હતા અને મોતનાં સમાચાર મળ્યા જેના કારણે આખો પરિવાર (Family) શોકમાં સરી ગયો હતો. પોલીસે (Police) આ કેસમાં આગામી તપાસ હાથ ધરી છે.
- SMCનો ટ્રક ડ્રાઈવર વૃદ્ધને અડફેટે લઈ ભાગી ગયો
- નાઈટ પાળી કરી સવારે ઘરે પરત ફરતા અકસ્માતમાં વૃદ્ધાને કાળ ભેટયો
- બે દીકરા અને ચાર દીકરીઓના માથેથી પિતાનો છાંયડો છીનવાઇ ગયો
આ ઘટના અંગે 108ના કર્મચારીએ જણાવ્યું હતું કે સવારે લગભગ 7:15 અમને કોલ મળતા જ અમે ઘટના સ્થળે દોડી ગયા હતા. લોકોની ભીડ વચ્ચે રોડ ઉપર અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. લોકોએ કહ્યું હતું કે SMCનો ટ્રક ડ્રાઈવર વૃદ્ધને અડફેટે લઈ ભાગી ગયો હતો.
પરિવારમાંથી મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે મૃતક વૃદ્ધ રમાશંકર હરિલાલ ગૌતમની ઉમર લગભગ 50 છે. તેઓ પાંડેસરા હરીઓમ નગરમાં રહેતા અને તેઓ સંચા કારીગર હતા. નાઈટ પાળી કરી સવારે ઘરે પરત ફરતા અકસ્માતમાં તેમને કાળ ભેટયો હતો. હિટ એન્ડ કેસમાં મારા પિતા મૃત્યુ પામ્યા છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે રમાશંકર સવારે સમયસર ઘરે નહિ આવતા ચિંતા થવા માંડી હતી. તપાસ કરતા ફોન પર જાણવા મળ્યું કે આ રોડ ઉપર કોઈ અકસ્માત થયો છે. દોડીને ગયા તો અકસ્માતગ્રસ્ત ઈસમ મારા પિતા જ હતા. બે દીકરા અને ચાર દીકરીઓના માથેથી પિતાનો છાંયડો છીનવાઇ ગયો છે. પોલીસ આ કેસમાં આગામી તપાસ હાથ ધરી છે.