SURAT

સુરતમાં માતાની આંખ સામે જ પુત્ર કચડાયો, પુત્રના મોતથી દિવ્યાંગ માતા-પિતા પર આભ તૂટી પડ્યું

સુરત: ટ્રાફિકના (Traffic) નિયમો હોવા છતાં ધણીવાર નિયમોનું પાલન થતું નથી. જેના કારણે ધણીવાર માણસના જીવને જોખમ હોય છે. આવો જ એક કિસ્સો સુતના (Surat) પાંડેસરામાં થયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં ભેસ્તાન સિદ્ધાર્થ નગર આવાસમાં રહેતા પ્રકાશ દેવીપૂજક ફ્રૂટ નું વેચાણ અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રકાશની પત્ની લતાબેન ઘર નજીક ફૂટપાટ પર ફ્રુટ વેચી પરિવારને મદદરૂપ થાય છે. ત્યારે પ્રકાશની પત્ની ફ્રૂટ વેંચતા હતા ત્યારે 5 વર્ષીય તેમનો પુત્ર અનમોલ ફૂટપાથ પર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. દરમ્યાન એકાએક રોડની બાજુમાં ફૂટપાથ પાસે આઇસર પાર્ક કરતી વખતે પાંચ વર્ષીય બાળકને ટેમ્પા (Tempo) ચાલકે અડફેટે લઈ કચડી નાખ્યો હતો.

  • આઇસર પાર્ક કરતી વખતે પાંચ વર્ષીય બાળકને ટેમ્પા ચાલકે અડફેટે લઈ કચડી નાખ્યો
  • અકસ્માતમાં મોતની ભેટનાર પાંચ વર્ષીય દીકરા અનમોલના માતાપિતા દિવ્યાંગ છે
  • માતાની આંખ સામે જ તેનાં બાળકના માથા પર ટાયર ચડી જતાં માતા પણ બેભાન થઈ ગઈ હતી

માતાની આંખ સામે જ તેનાં બાળકના માથા પર ટાયર ચડી જતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ધટનાના કારણે પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાને પગલે પાંડેસરા પોલીસે આઈસર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અકસ્માતમાં મોતની ભેટનાર પાંચ વર્ષીય દીકરા અનમોલના માતાપિતા દિવ્યાંગ છે. પોતે દિવ્યાંગ હોય પણ તેઓ પોતાના બાળકને સારી લાઈફ આપવા માટે મહેનત કરી રહ્યાં હતા. ત્યારે પોતાની આંખ સામે પોતાના પુત્રનું મોત જોઈને માતા સ્તબધ થઈ ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. ટેમ્પો ચાલકે પાંચ વર્ષીય બાળકને અટફેટે લીધા હોવાની ઘટના બનતા જ આસપાસના લોકો ધટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ટેમ્પો ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

સમગ્ર મામલે પાંડેસરા પોલીસે મૃતક બાળકના કાકાની ફરિયાદના આધારે આઈસર ટેમ્પા ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે આઈસર ટેમ્પા ચાલક રામનરેશ રામવિલાસ રઘુવંશીની ધરપકડ કરી લેવામાં આવી છે.

Most Popular

To Top