SURAT

સુરતમાં મોટા વરાછામાં કીશોર-કીશોરીની બાઈક ઘૂમ સ્પીડે હંકારતા અકસ્માત, કીશોર ફંગોળાઈને રોડ પર પટકાયો

સુરત: મોટા વરાછા (Mota Varacha) પાસે આજે બાઈક (Bike) ઉપર સવાર યુવક પુરપાટ ઝડપે બાઈક હંકારતી વખતે અકસ્માત (Accident) થયો હતો. બાઈક ઉપર સવાર કીશોરીને ગંભીર ઇજા થઈ હતી. કીશોરનું મોત (Death) નીપજ્યું હતું. અમરોલી પોલીસે (Police) આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાના વરાછા ખાતે ધર્મીષ્ઠા પાર્ક સોસાયટીમાં રહેતો 15 વર્ષીય ભવ્ય દિપક મુલાણી તેની સાથે બાઈક પર રિદ્ધી શૈલેષભાઈ ઠુમ્મરને લઈને બાઈક ઉપર કોઈક કામઅર્થે નીકળ્યો હતો. દરમિયાન બાઈકની સ્પીડ વધારે હોવાથી મોટાવરાછા પાસે બાઈક ડિવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ગંભીર અકસ્માત થતા કીશોર ફંગોળાઈને રોડની જમણી બાજુ પટકાયો હતો. બનાવને પગલે રાહદારીઓની ભીડ ભેગી થઈ હતી. કીશોરીને પણ શરીરે ઈજાઓ થઈ હતી. ભવ્ય લોહીલહાણ હાલતમાં હોવાથી 108 બોલાવી હતી. 108 ના ઈએમટીએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અમરોલી પોલીસે કીશોરનો મૃતદેહ પીએમ માટે ખસેડી વધારે તપાસ હાથ ધરી છે.

સુરતથી ભરૂચ જતી ટ્રક અંકલેશ્વરમાં પુલ પરથી ઉતરીને સીધી દુકાનમાં ઘુસી ગઈ

અંકલેશ્વર: અંકલેશ્વર પાસેની આમલાખાડીનો હાઇવે બ્રિજ ઉતરી ટ્રક સીધી હવા મહેલ પાસે આઝાદ શટર નામની દુકાનમાં ઘૂસી જતાં બે બાઇક અને દુકાનમાં ભારે નુકસાન થયું હતું જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરતથી ભરૂચ તરફ આવી રહેલી એક ટ્રક અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રિજ ઉપરથી સવારે પસાર થઈ રહી હતી. દરમ્યાન ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા હવા મહેલ પાસે ટ્રક દુકાનમાં ધડાકાભેર ઘુસી ગઇ હતી. બનાવમાં આઝાદ શટર નામની દુકાન અને બે બાઇકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સવારનો સમય હોવાથી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનામાં ટ્રક ચાલક બચાવ થયો હતો.

કાર અડફટે બાઈકચાલક યુવકનું મોત, કાર ગટરમાં પલટી મારી ગઈ
વાંકલ: માંગરોળ-ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ પર મોસાલી ચાર રસ્તા ગળકાછ ગામ વચ્ચે ઇકો કાર અને બાઈક વચ્ચે રાત્રે થયેલા અકસ્માતમાં બાઈકચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. માંગરોળ તાલુકાના કેવડી કુંડ ગામે નિશાળ ફળિયામાં રહેતો અમિતભાઈ અશોકભાઈ વસાવા, વાલિયા તાલુકાના કરા મેરા ગામે સંબંધીને ત્યાં અન્ય મિત્રો સાથે રાત્રે લગ્ન પ્રસંગમાં ગયો હતો અને રાત્રીના સમય અમિત બાઇક પર ઘરે પરત આવવા નીકળ્યો હતો જ્યારે અન્ય બે મિત્રો જયેશ અને સોહિલ લગ્ન પ્રસંગમાં રોકાયા હતા. માર્ગમાં ઇકો કાર G J 19 B 6528ના ચાલકે અમિત વસાવાને અડફેટે લેતાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ઇકો કાર ગટરમાં પલ્ટી ગઈ હતી, કાર ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. મૃત્યુ પામનાર યુવકના પિતા અશોકભાઈ નરપતભાઈ વસાવાએ માંગરોળ પોલીસ મથકમાં ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Most Popular

To Top