સુરત: (Surat) સુરત મનપામાં ભાજપ સામે મજબુત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટીના (Aam Admi Party) કાર્યકરોમાં પણ અન્ય રાજકીય પક્ષો જેવા જ દુષણો હાજર હોવાના આક્ષેપ સાથે સોશીયલ મીડીયમાં વીડીયો વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ગરમાટો વ્યાપી ગયો છે. સોશીયલ મીડીયાની (Socila Media) એક સાઇટ પર એક યુઝરે ત્રણ વીડીયો મુકયા છે. જેમાં એક વીડીયોમાં વોર્ડ નંબર 3ના નગર સેવકો લારી ગલ્લાઓ વાળા પાસે હપ્તો લેતા હોવાના આક્ષેપો લોકો કરી રહયા છે. જયારે બીજા વીડીયોમાં પક્ષિમ વિધાનસભા આપ નામથી ચાલતા ગૃપ તેમજ યુવા આપ નામના ગૃપમાં અશ્લિલ ફોટો વીડીયો મુકાયા હોવાનું બતાવાયું છે. આ સાથે જ ત્રીજા વીડીયોમાં આપનો ખેસ પહેરેલા એક કાર્યકરની ગાડીમાં પાર્ટી માટે દારૂ લઇ જવાતો હોવાનું બતાવાયું છે. આ બાબતે આપના પ્રવકતા આર.કે.સાનેપરાને પુછતા તેણે તેની જાણમાં આવુ કંઇ નહી હોવાનું તેમજ આ બન્ને ગૃપ હોય તો તે આપના ઓફીસીયલ ગૃપ નહી હોવાનું જણાવ્યું હતું.
- સોશિયલ મીડિયા પર ‘આપ’ નિશાન પર : હપ્તાખોરી, અશ્લિલ મેસેજ અને દારૂના આક્ષેપોના વીડિયો વાયરલ
- વોર્ડ નંબર 3ના નગર સેવકો લારી ગલ્લાવાળા પાસે હપ્તા લેતા હોવાના આક્ષેપ
- પશ્વિમ વિધાનસભા આપ નામના ગૃપમાં અશ્વિલ વીડીયો મુકાયા, એક વીડીયોમાં આપનો ખેસ પહેરેલા કાર્યકરની કારમાં પાર્ટી માટે દારૂ લઇ જવાતો હોવાના દ્રશ્યો
દબાણકર્તાઓ ખોટા આક્ષેપ કરે છે : મહેશ અણઘડ
લારીઓ વાળા પાસે હપ્તા મુદે સ્થાનિક નગર સેવક મહેશ અણઘડે જણાવ્યુ હતું કે, અહી રસ્તા પર લારી ગલ્લાઓના મોટા પાયે દબાણો છે. તેથી લોકોની હાલાંકી ધ્યાને રાખી મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના નજીકના કાર્યકર દ્વારા ખોટી ઉશકેરણી કરીને આ હોબાળો મચાવાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આપના કોઇ નગર સેવક ઉઘરાણુ કરતા નથી તેવુ જણાવ્યુ હતું.