સુરત: (Surat) ગુજરાતની વિધાનસભાની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના (Aam Admi Party) કોર્પોરેટરો ભાજપમાં (BJP) જોડાતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ભાજપમાં જોડારા તેમના સાથી કોર્પોરેટરોના ગદ્દારોના બેનરો લઈને હવે શહેરના અનેક વિસ્તારોમાં ફરીને લોકોની માફી માંગી હતી. પ્રાપ્ત વિગતો મુજબ. સુરતમાં વોર્ડ નં 8 ડભોલી-સીગંણપોર વિસ્તારના આપના કોર્પોરેટર જ્યોતિકા લાઠીયા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા આપના કોર્પોરેટરો તેમના મત વિસ્તારમાં ફરીને લાઉડ સ્પીકરમાં લોકોની માફી માગી હતી અને ગદ્દારોના (Treacherous) બેનરો લઈને રેલી પણ કાઢી હતી.
આપના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આપના કોર્પોરેટર્સ દ્વારા જ તેમનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે શહેરમા તેમના પૂતળા દહન કર્યા બાદ હવે રવિવારે આ કોર્પોરેટરોના ગદ્દારો સાથેના બેનરો લઈને વોર્ડ નં. 8 માં આપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે વોર્ડ નં. 8માં આપના અન્ય કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓએ સ્થાનિકોને કોઈ પણ કામ માટે તેમનો સંપર્ક કરવા અપીલ કરી હતી. આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાતા જ આપના અન્ય કોર્પોરેટરો દ્વારા તેઓનો વિરોધ શરૂ કરી દીધો હતો. શનિવારે આપના કોર્પોરેટરો દ્વારા તેમના પુતળા દહન કરીને વિરોધ કર્યો હતો તો રવિવારે વરાછા, અમરોલી, કાપોદ્રા, સરથાણા, કતારગામ આ વિસ્તારોમાં આપના આ પાંચેય કોર્પોરેટરો કે જેઓ ભાજપમાં જોડાયા છે તેમના પોસ્ટર લગાવ્યા હતા. જેમાં લખાયું હતું કે, પ્રજાના વિશ્વાસનો વેપાર કરનારા ગદ્દારો. અને તમામના નામોની પહેલા (ગદ્દાર) ગ.ભાવના, ગ. વિપુલ, ગ. જ્યોતિકા, ગ. ઋતા અને ગ. મનીષા એમ લખવામાં આવ્યું હતું.