75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો, માનદરવાજાની 36 વર્ષની મહિલાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે સ્મીમેરમાં દાખલ હતી. ઉગતની 25 વર્ષીય યુવતી તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તે સ્મીમેરમાં દાખલ હતી, કોસાડની 20 વર્ષીય યુવતી તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે સ્મીમેરમાં દાખલ હતી. અડાજણના 62 વર્ષીય પુરૂષ તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેઓ મિશનમાં દાખલ હતા. પાલનપુર જકાતનાકાના અને કેરલની ટ્રાવેલ હિસટ્રી ધરાવતા 49 વર્ષીય પુરૂષ જેઓ સ્મીમેરમાં દાખલ હતા અને ડિંડોલીનું 1 વર્ષીય બાળક જે પથિક હોસ્પિટલમાં દાખલ હતું, જ્યારે ન્યુ રાંદેરરોડની 45 વર્ષીય મહિલા અને બેગમપુરાના 81 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પેન્ડિંગ છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા જ્યારે પાટણ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તે પૈકી છની રાજસ્થાનની હિસ્ટ્રી છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 144 કેસ નોંધાયા છે જે પૈકી 2 વેન્ટિલેટર પર છે અને 110 સ્ટેબલ છે, 21ને રજા આપી દેવાઇ છે જ્યારે 11 દર્દીઓનાં મોત થઇ ચૂક્યાં છે
સુરતમાં 8 રિપોર્ટ નેગેટિવ, 2 પેન્ડિંગ
By
Posted on