SURAT

થર્ટી ફર્સ્ટે દારૂડિયાઓને પકડવા સુરત પોલીસે બનાવ્યો માસ્ટર પ્લાન

સુરત: 31 ડિસેમ્બરની (New Year) ઉજવણીમાં (Celebration) દારૂ (Alcohol) પીને રસ્તા પર ઉતરી તમાશો કરનારાઓને પકડી પાડવા માટે સુરત પોલીસે (Surat Police) માસ્ટર પ્લાન બનાવ્યો છે. શહેર પોલીસ 25000 સીસીટીવી (CCTV) કેમેરાથી નજર રાખનાર છે, આ સાથે પોલીસ બ્રેથ એનલાઈઝર (Breathalyzer) મશીન ની મદદથી ચેકિંગ કરી દારૂડીયાઓને પકડી જેલ ભેગા કરશે.

મોજીલા સુરતમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. સુરતી લાલા પરિવાર સાથે ડુમસ રોડ પર, ફાર્મ હાઉસમાં અને પાર્ટી પ્લોટ્સ પર ભેગા થઈને મહેફિલ સજાવતા હોય છે, શોખીન સુરતીઓ 31 ની રાત્રે છાંટા પાણી કરવાનું પણ ચૂકતા નથી. જો કે આ વર્ષે થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરવાનું સુરતીઓને ભારે પડી શકે છે. કારણ કે સુરત પોલીસ કમિશનર અજય કુમારની સૂચનાથી 31ની રાત્રે શહેરમાં દારૂડિયો અને પકડવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

પાર્કિંગથી લઇ મહિલા સુરક્ષા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પોલીસની જુદી જુદી ટીમ રસ્તાઓ પર ઉતરી દારૂના નશામાં ફરતા યુવાનો સામે બ્રેથ એનાલાઈઝર મશીન દ્વારા ચેકિંગ કરશે. તો ડ્રગ્સ સામે પોલીસે અલગ ડ્રગ્સ એનાલાઈઝર મશીનથી પણ સતત ચેકિંગ હાથ ધરશે. ઉપરાંત પાર્ટી જેવા લોકેશન પર પોલીસ સતત નજર રાખશે અને શહેરના 25,000 થી વધુ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલરૂમ થકી સતત કરવામાં આવશે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ. પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઉભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરનારાઓને પકડવા આજથી પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરાશે. 200થી વધુ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી શહેરના જુદા જુદા રસ્તાઓ પર પોલીસ દ્વારા નશો કરીને ફરતા લોકોનું ચેકિંગ કરી તેમને ઝડપી પાડવામાં આવશે. આ વખતે પોલીસ દ્વારા ડ્રગ્સ ડિટેકટ કીટનો મહતમ ઉપયોગ કરવામાં આવશે.

સુરત પોલીસ દ્વારા સીસીટીવીથી અને જે વિસ્તારોમાં પાર્ટી યોજાય છે તેવી માહિતી મળી છે તેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી પણ સતત નજર રાખવામાં આવશે. ડુમસ, અલથાણ, વેસુ સહિત આઠ સ્થળો પર પાર્ટીની ઉજવણી અંગેની પરવાનગી આપવામાં આવી છે. જેના પર પોલીસની બાઝ નજર રહેશે.

ટ્રાફિકની સમસ્યા ટાળવા અનેક રૂટો ડાયવર્ટ કરાયા
થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે શહેરી જનો પરિવાર સાથે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવતા હોય છે. આ વર્ષે 31 ડિસેમ્બરે રવિવારે હોય રસ્તા ઉપર વધુ ટ્રાફિક થવાની સંભાવના રહેલી છે. તેથી સુરત શહેર પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે તે માટે કેટલાક રૂટ ને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તે અંગેનું જાહેરનામું પણ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

31 stને લઇ લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપરાંત પોલીસ દ્વારા જાહેર રોડ પર કે જાહેર જગ્યા ઉપર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. આ સાથે ઉજવણીના ભાગરૂપે જાહેર માર્ગો પર બેફામ બાઇક ચલાવવા તથા બાઈકના સ્ટન્ટો કરવા તેમજ ફોરવીલના બોનેટ ઉપર બેસવા અને ઉભા રહેવા સાથે ડીકી ખોલીને બેસવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. ઉપરાંત ઉજવણીની યાદ માં જાહેરમાં એકબીજા પર પાણી ઉડાવવા કે પાણીની બોટલો ફેકવા પર અને તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Most Popular

To Top