સુરત: (Surat) સુરતના વેસુ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના સિટીલાઈટ ખાતે અણુવ્રત દ્વાર નજીક ફૂટપાથ પર પરિવાર સાથે રહેતી બે વર્ષની માસૂમ બાળકીને ઉપાડી જઈ ડમ્પર ચાલકે દુષ્કર્મ (Kidnaping And Rape) આચર્યું છે. આ ડમ્પર ચાલકને વેસુ પોલીસે ઝડપી પાડ્યો છે. નરાધમ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- સુરતના વેસુ પોલીસ મથકની હદમાં સિટીલાઈટ અણુવ્રત દ્વાર નજીકની ઘટના
- ફૂટપાથ પર સૂતા મજૂર પરિવારની માસૂમ બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ
- મહિલા હેડ કોન્સ્ટેબલની સતર્કતાના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમોને પકડ્યા
- માસૂમ બાળકીના ગુપ્ત ભાગે ગંભીર ઈજા, તબીબી પરિક્ષણ શરૂ કરાયું
આ કેસની મળતી વિગત અનુસાર સિટીલાઈટ અણુવ્રત દ્વાર નજીક ફૂટપાથ પર મજૂર દંપતી પોતાના બાળકો સાથે રહેતો હતો. દરમિયાન ગઈ રાત્રિએ પરિવાર ફૂટપાથ પર સૂતો હતો ત્યારે બે વર્ષની માસુમ બાળકીનું એક યુવક અપહરણ કરી ભાગી રહ્યો હતો. બીજી બહેનની ઊંઘ ઉડી જતા તેણીએ બૂમાબૂમ કરી માતા-પિતાને જગાડ્યા હતા. પરિવાર તરત જ ટ્રકમાં માસૂમ બાળકીને ઉપાડીને ભાગી જનારનો પીછો કરી બૂમાબૂમ કરી મુકી હતી, પરંતુ ડમ્પર ચાલક ભાગી જવામાં સફળ રહ્યો હતો.
દરમિયાન વેસુ પોલીસની PCR વાન રાત્રિ પેટ્રોલિંગમાં હતી. તે પીસીઆર વાન સિટીલાઈટ અણુવ્રત દ્વાર નજીકના રોડ પર મજૂર દંપતીની દોડાદોડ અને બૂમાબૂમ સાંભળી ત્યાં પહોંચી હતી. પીસીઆરમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે મજૂર પરિવારને સાંભળી તાત્કાલિક કંટ્રોલમાં જાણ કરી હતી. મહિલા પોલીસ અને પોલીસ કંટ્રોલ રૂમની સતર્કતા ને લઈ ડમ્પર માં અપહરણ કરાયેલી માસુમ બાળકી કેનાલ રોડ પરથી શોધી કાઢવામાં આવી હતી.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
બાળકી મળી તે પહેલાં નરાધમોએ બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. મહિલા કોન્સ્ટેબલની પ્રશંસનીય કામગીરી ને કારણે નરાધમો પકડાયા છે. પોલીસ કંટ્રોલમાં માહિતી મળતા જ આખો વિસ્તાર કોડર્ન કરી લેવાયો હતો. પોલીસે ઘટનાની ગણતરીના સમયમાં બન્ને આરોપીઓને પકડી પાડ્યા હતા. બાળકી મળી આવ્યા બાદ તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું તબીબી પરિક્ષણ કરાયું હતું. બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચી હોય તેને તાત્કાલિક ઓપરેશનમાં લેવી પડી હતી. ઘટનાની ગંભીરતા બાદ ઉચ્ચ અધિકારીઓ એ આખી રાત તપાસ કરી હતી.