National

જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી બળી ગયેલી નોટો મામલે સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ ઘરે જઈ તપાસ કરી

સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના નિવાસસ્થાનમાંથી મોટી રકમની વસૂલાતની તપાસ શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત આંતરિક સમિતિની ત્રણ સભ્યોની ટીમ તપાસ માટે પ હોંચી હતી. ત્રણ સભ્યોની ટીમમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ જીએસ સંધાવલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનનો સમાવેશ થાય છે. જે જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા.

તપાસ દરમિયાન સમિતિના સભ્યો લગભગ 30-35 મિનિટ સુધી જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનની અંદર રહ્યા. આ દરમિયાન તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. ૧૪ માર્ચની રાત્રે લગભગ ૧૧.૩૫ વાગ્યે જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી, ત્યારબાદ કથિત રોકડ રકમ મળી આવી હતી. જે બાદ ફાયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવી નાખી હતી. આ પછી 22 માર્ચે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્મા સામેના આરોપોની આંતરિક તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી.

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા આ દિવસોમાં તેમના દિલ્હી નિવાસસ્થાનમાં આગ લાગી ત્યારથી સમાચારમાં છે અને આગ ઓલવતી વખતે ફાયર બ્રિગેડ અને પોલીસે મોટી માત્રામાં અડધી બળી ગયેલી નોટો જપ્ત કરી હતી. આ ઘટના ૧૪ માર્ચની છે જ્યારે પોશ લુટિયન્સ દિલ્હી વિસ્તારમાં ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાં આગ લાગી હતી, ત્યારબાદ ફાયર ફાઇટર અને પોલીસ કર્મચારીઓએ રોકડ રકમ મેળવી હતી.

જજ વર્માએ આરોપોને સ્પષ્ટપણે નકાર્યા
આ ઘટનાની નોંધ લેતા ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ભારતીય ચલણી નોટોથી ભરેલી ચારથી પાંચ અડધી બળી ગયેલી બોરીઓની તપાસ માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરી. જોકે આ કેસમાં ન્યાયાધીશ યશવંત વર્માએ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા અને કહ્યું કે તેમણે કે તેમના પરિવારના કોઈપણ સભ્યએ ક્યારેય તેમના ઘરના સ્ટોર રૂમમાં રોકડ રાખી નથી.

Most Popular

To Top