સુપ્રીમ કોર્ટે ( supreme court) મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની (paramvir singh)અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરમબીરસિંહે બોમ્બે હાઈકોર્ટમાં ( bombay highcourt) પોતાની અરજી દાખલ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( anil deshmukh) ઉપર જે આક્ષેપો કર્યા છે તે ખૂબ ગંભીર છે.
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને પરમબીરસિંહ વતી હાજર રહેવા પૂછ્યું હતું કે તેઓ આ મામલાની સીબીઆઈ ( cbi) તપાસ માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો કેમ નથી ખખડાવી રહ્યા. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે પોલીસ સુધારણા અંગે કોર્ટના નિર્ણયનો હજી અમલ થયો નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, પોલીસ સુધારાનો મુદ્દો ત્યારે જ ઉભો થાય છે જ્યારે રાજકીય હંગામામા વધુ ગડબડી થાય છે.
જોકે, મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી છે અને કહ્યું છે કે તેઓ બોમ્બે હાઈકોર્ટ જશે. આ અંગે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
અનિલ દેશમુખ મોડી રાત્રે મુખ્ય પ્રધાન ઠાકરેને મળ્યા, સ્પષ્ટતા આપી
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંઘના લેટર બોમ્બ બાદ ગંભીર આરોપોથી ઘેરાયેલા મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મંગળવારે મોડી સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ( uddhav thakre) મળ્યા હતા. વિપક્ષ તરફથી અનિલ દેશમુખના રાજીનામાની સતત માંગ કરવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં મુખ્ય પ્રધાન સાથે ગૃહ પ્રધાનની બેઠક મહત્વપૂર્ણ હોઈ શકે છે.
પરમબીરસિંહે મહારાષ્ટ્રના રાજયાલ ભગતસિંહ કોશ્યારી અને સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સચિન વાજે પર અનિલ દેશમુખનું દબાણ હતું કે તેમને દર મહિને 100 કરોડ રૂપિયાની જરૂર પડે છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે સચિન વાજેને 100 કરોડ રૂપિયાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા, મુંબઈના બાર, પબ અને રેસ્રટોન્ટ દ્વારા એકત્રિત કરવા જણાવ્યું હતું.
પરમબીરના પત્ર મુજબ સચિન વાજેએ આ લક્ષ્યાંક પર કહ્યું હતું કે તે 40 કરોડ રૂપિયા પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ ખૂબ વધારે છે. પરમબીરસિંહે દાવો કર્યો હતો કે અનિલ દેશમુખે સચિન વાજેને 100 કરોડના લક્ષ્યાંકને પૂરા કરવા માટે બીજી રીતની શોધ કરવા કહ્યું હતું.