ગુ.મિ. ચર્ચાપત્ર વિભાગમાં ‘સુપ્રીમ કોર્ટની શિક્ષકોની સ્થિતિ અંગે ટિપ્પણી’ ચર્ચાપત્ર હેઠળ ચર્ચાપત્રી લખે છે, ‘ગુજરાત રાજ્યમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરો અને રેગ્યુલર પ્રોફેસરો વચ્ચે પગારના મોટા તફાવત અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. આ સંદર્ભે અત્રે એ નોંધવું ઉચિત રહેશે કે નજીકના ભૂતકાળમાં કંઇ કેટલાય કેસમાં સુપ્રીમ કોર્ટ સરકાર કે શાસન પ્રણાલી વિરુદ્ધ અર્થસભર ટિપ્પણીઓ કરતી રહી છે (જેનાથી મગરની ચામડી ધરાવતા શાસકો પર કોઈ ઝાઝી અસર પડતી હોવાનું જણાતું નથી) પરંતુ તે શાસકોને સ્પષ્ટ દિશાનિર્દેશ કે હુકમ આપતા બચતી રહી છે! શું સુપ્રીમ કોર્ટનું કાર્યક્ષેત્ર ફક્ત ટિપ્પણીઓ કરવામાં જ સીમિત થઈ જાય છે? જો ખરેખર એમ હોય તો તેને સુપ્રીમ કોર્ટની વાચાળતા જ લેખી શકાય, કાર્યસાધકતા નહીં.
નવસારી – કમલેશ આર. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.