National

SIR મામલે સુપ્રીમ કોર્ટ સખ્ત, ચૂંટણી પંચને 1 ડિસેમ્બર સુધી જવાબ આપવા આદેશ

સુપ્રીમ કોર્ટે દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલા SIR વિવાદ પર મોટો નિર્ણય લીધો છે અને ચૂંટણી પંચને તા.1 ડિસેમ્બર સુધીમાં વિગતવાર જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે આજે તા. 26 નવેમ્બર બુધવારે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને બિહારમાં ચાલી રહેલા SIR (Special Intensive Revision)ને પડકારતી તમામ અરજીઓને એકસાથે સાંભળવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં બનેલી બેન્ચે સ્પષ્ટ આદેશ આપ્યો કે ચૂંટણી પંચે તા. 1 ડિસેમ્બર 2025સુધીમાં પોતાનો સત્તાવાર જવાબ રજૂ કરવો પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવિધ રાજ્યોમાં SIR પ્રક્રિયા પર ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી જોવાની જરૂર છે. કેરળની અરજીમાં દલીલ કરવામાં આવી કે ત્યાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હોવાથી SIRને હાલ મુલતવી રાખવું જોઈએ. આ પર કોર્ટએ કેરળ માટે અલગ સ્ટેટસ રિપોર્ટ માગ્યો. કેરળ કેસની આગામી સુનાવણી તા. 2 ડિસેમ્બરે થશે.

પશ્ચિમ બંગાળમાંથી વધુ ગંભીર મુદ્દો ઉઠ્યો છે. અરજદાર પક્ષે દાવો કર્યો કે SIR દરમિયાન 23 બૂથ લેવલ ઓફિસર્સ (BLO)નું મૃત્યુ થયું છે. કોર્ટએ આ ગંભીર દાવા પર પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી કાર્યાલયને તા.1 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવા કહ્યું છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે આવા આરોપોને અવગણવામાં આવશે નહીં.

અંતમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે SIR પ્રક્રિયામાં કોઈ ગડબડ ન થાય અને તમામ પક્ષો સમયસર પોતાનો જવાબ આપશે. તેમજ આગામી સુનાવણીઓ નક્કી કરશે કે SIR ચાલુ રહેશે કે તેમાં ફેરફાર થશે.

Most Popular

To Top