Business

RG કર મેડિકલ કોલેજ કેસમાં કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી, પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી

આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મુદ્દે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકારે CSIFને હોસ્પિટલની સુરક્ષામાં સહયોગ કરવા પશ્ચિમ બંગાળ સરકારને નિર્દેશ આપવાની માંગ કરી છે. અથવા કોર્ટના આદેશનો અનાદર કરનાર અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માંગણી છે.

કેન્દ્ર સરકારે RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મુદ્દે પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કેન્દ્ર સરકારે મમતા સરકાર પર આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલની સુરક્ષા માટે CSIF સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ તેમને રહેવા માટે પૂરતી જગ્યા નથી મળી રહી, ખાસ કરીને મહિલા સૈનિકોના માટે વ્યવસ્થા નથી જેના કારણે સુરક્ષા જવાનોને તેમની ફરજ બજાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્ર સરકારે એવો પણ આક્ષેપ કર્યો છે કે પશ્ચિમ બંગાળ સરકાર કોર્ટના આદેશોનો અનાદર કરી રહી છે અને CISFને સહકાર આપી રહી નથી જે ગંભીર મુદ્દો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ અવગણના માત્ર કોર્ટના આદેશોની અવગણના નથી પરંતુ બંધારણીય અને નૈતિક સિદ્ધાંતોની પણ વિરુદ્ધ છે. આ સંદર્ભમાં કેન્દ્રએ કોર્ટ પાસે પશ્ચિમ બંગાળ સરકારને સૂચના આપવા અથવા કોર્ટના આદેશનો અનાદર કરનારા અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.

ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને CISF માટે વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. જો રાજ્ય સરકાર આવું ન કરે તો તેની સામે તિરસ્કારની કાર્યવાહી થવી જોઈએ. હવે આ કેસની સુનાવણી 5મી સપ્ટેમ્બરે થશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારનું વલણ અસહકારનું છે. જેના કારણે CISFના કામમાં મુશ્કેલી આવી રહી છે. આરજી કર હોસ્પિટલમાં તૈનાત 97 CISF કર્મચારીઓમાંથી 54 મહિલાઓ છે. તેમના માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જગ્યાના અભાવે CISF તેના સુરક્ષા સાધનોને યોગ્ય રીતે જાળવવામાં સમસ્યાનો સામનો કરી રહી છે.

Most Popular

To Top