National

સુપ્રીમ કોર્ટનો આદેશ: કોર્ટના અધિકૃત ઈ-મેલમાંથી PM નરેન્દ્ર મોદીનો ફોટો હટાવો

સુપ્રીમ કોર્ટે આજે એક ચૂકાદો આપીને NIC ને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની (Supreme court) વેબસાઈટ અને મોકલવામાં આવનાર ઈ-મેઈલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi Picture on supreme court website) ફોટો અને નારાને હટાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની અધિકૃત ઈ-મેઈલમાં સબકા સાથ, સબકા વિકાસના નારા સાથે પ્રધાનમંત્રીની તસવીર પર ઉભો થયો તથાકથિત વિવાદને સમાપ્ત કરો.

શુક્રવારે મોડી સાંજે સુપ્રીમ કોર્ટના રજિસ્ટર ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આ બાબત લાવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના અધિકૃત ઈ-મેઈલ પર સૌથી નીચે એક તસવીર છે. જેનું ન્યાયતંત્રના કામકાજ સાથે કોઈ લેવાદેવા નથી. સૂત્રોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ઈ-મેઈલમાંથી આ તસ્વીર હટાવવાના નિર્દેશ અપાયા છે, જેમાં NIC એ સુપ્રીમ કોર્ટની તસવીર સાથે બદલી નાંખ્યા હતા. એક અધિકારીએ ઈ-મેઈલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જેમાં સબકા સાથ, સબકા વિકાસ નારાની જગ્યાએ કોર્ટ અને વડાપ્રધાનની તસવીર લાગેલી હતી.

સુપ્રીમ કોર્ટના સૂત્રો અનુસાર સબકા સાથ, સબકા વિકાસ નારા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટો અજાણતા રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (NIC) દ્વારા લગાડવામાં આવી હતી. નોંધનીય છે કે NIC સુપ્રીમ કોર્ટને ઈ-મેઈલ સર્વિસ આપે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અજાણતા થયેલી ભૂલને મુદ્દો બનાવી કેટલાંક લોકોએ વિવાદ ઉભો કર્યો છે.

  • સબકા સાથ, સબ કા વિકાસ, સબકા વિશ્વાસ’ના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને ઇ-મેલ સાથે જોડીને સુપ્રીમ કોર્ટને મેલ કરવામાં આવ્યો હતો

કેન્દ્ર સરકાર આવતા વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ પહેલને ભાર આપવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે અને દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આ રીતે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘સબકા સાથ, સબ કા વિકાસ, સબકા વિશ્વાસ’ના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને ઇ-મેલ સાથે જોડીને સુપ્રીમ કોર્ટને મેલ કરવામાં આવ્યો હતો પરંતુ કોર્ટે તેની પર સવાલ ઉઠાવ્યો છે. NIC દ્વારા મોકલવામાં આવેલા મેલમાં ફુટરના રૂપમાં નરેન્દ્ર મોદીની તસવીર સાથે ઉપયોગ કરવામાં આવેલા બેનરને હટાવવાના આદેશ આપ્યા છે.

ન્યાયતંત્ર સાથે કોઈ સંબંધ નથી તે તસવીર દૂર કરવામાં આવે

કેટલાક વકીલોએ આ વાતની પૃષ્ટી કરી છે કે ફોટોના ઇમેલના સિગ્નેચર ધરાવતા ભાગમાં સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, શુક્રવારની મોડી રાત્રે એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આદેશ આપ્યા કે ઇ-મેઈલના ફુટરમાં પ્રયોગ કરવામાં આવેલી ફોટોને હટાવવામાં આવે જેનો ન્યાયપાલિકા સાથે કોઇ સબંધ નથી અને તેની જગ્યાએ ભારતની સુપ્રીમ કોર્ટની તસવીરનો ઉપયોગ કરવામાં આવે. જે બાદ એનઆઇસીએ આદેશનું પાલન કર્યુ છે. સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ એસોસિએશનના વોટ્સએપ ગ્રુપ પર એક મેસેજમાં એક વકીલ દ્વારા જાહેરાતો પર કરવામાં આવેલી ટિપ્પણીના કેટલાક કલાક બાદ આ નિવેદન જાહેર કર્યુ હતુ.

Most Popular

To Top