Gujarat

તમામ મનપા માટે રાજય સરકાર એક સરખી પાર્કિંગ નીતિ નક્કી કરે- સુપ્રીમ

ગાંધીનગર: (Gandhinagar) સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વ્રારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રીટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ડિવીઝન બેન્ચ દ્વ્રારા મહત્વનો આદેશ કરાયો હતો. આદેશ અનુસાર ગુજરાતમાં તમામ મનપા માટે રાજય સરકારે (Gujarat Government) એકસરખી પાર્કિગ નીતિ (Parking Policy) અમલમાં મૂકવી જોઈએ.

જસ્ટીસ એમ આર શાહ અને જસ્ટીસ અનિરૂદ્ધ બોઝ દ્વ્રારા એવુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે ગુજરાતના મેટ્રો સીટીમાં ટ્રાફિકની સમસ્યા બહુ મોટી છે. ખાસ કરીને સરખી પાર્કિગ વ્યવસ્થા નહીં હોવાના કારણે ઘણી વખત લોકોને રોડ સાઈડમાં કાર પાર્ક કરવી પડે છે. ગુજરાતમાં તમામ મનપા માટે એકસરખી પાર્કિગ નીતિનો અભાવ છે. રાજય સરકાર તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે રાજય સરકારે હવે સુરત મનપાની પાર્કિગ નીતિનો અમલ કરવાનું નક્કી કર્યુ છે.

સુપ્રીમની ડિવીઝન બેન્ચે એવું નિરીક્ષણ કર્યુ હતું કે જુદા જુદા શહેરોમાં જુદી પાર્કિગ નીતિ ના હોઈ શકે. રાજય સરકારે એક કોમન પાર્કિગ નીતિ ટાઉન પ્લાનીંગ એકટ અથવા નવા જીડીસીઆર મુજબ બનાવવી જોઈએ. આગામી 14મી સપ્ટે.ના રોજ વધુ સુનાવણી દરમ્યાન રાજય સરકારે નવી નીતિ સાથે સુનાવણી વખતે હાજર રહેવાનું રહેશે.

અગાઉ રાહુલ રાજ મોલ તરફથી સીનીયર એડવોકેટ કુમારેશ ત્રિવેદીએ દલીલો કરી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટ દ્વ્રારા સુરતની મોલમાં દ્વીચક્રી વાહનો એક કલાક પાર્કિગ ફ્રી રહેશે તે પછી આખા દિવસ માટે રૂા.10નો ચાર્જ અને કાર માટે આખા દિવસના રૂા.30નો ચાર્જ લેવા આદેશ કર્યો હતો.

Most Popular

To Top