હવે શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે એવામાં દિલ્હીમાં પ્રદૂષણને લઇને અત્યારથી જ ચિંતા વધી ગઇ છે ત્યારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અટકાવવા માટે યોગ્ય પ્લાન ઘડવા ત્રણ સપ્તાહની સમયમર્યાદા નક્કી કરી છે. એર કવોલિટી મેનેજમેન્ટ કમિશન સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ રાજયોની સાથે મળીને ત્રણ સપ્તાહની અંદર આ સમસ્યાનું સમાધાન લાવે. સાથે જ કહ્યું છે કે દિલહીમાં પ્રદૂષણ અટકાવવા માટે બાંધકામ પર પ્રતિબંધ ના મૂકશો, તેનાથી રોજગારી મેળવવા દિલ્હી આવતાં મજૂરોની આજીવિકા પર ખરાબ અસર પડશે. સુપ્રીમ કોર્ટે બાંધકામ અટકાવ્યા વગર જ પ્રદૂષણને અટકાવી શકાય એવો કોઇ રસ્તો શોધવા જણાવ્યું છે. પરાળ સળગાવવા મુદ્દે પણ પંજાબને આકરા આદેશ આપ્યા છે. પંજાબ સરકારને કડક શબ્દોમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરો. અન્યથા અમારે આકરા આદેશ જારી કરવા પડશે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અંગે જે ચિંતા વ્યક્ત કરી છે તે યોગ્ય અને સમયસરની છે. સરકારે તાકીદે યોગ્ય ઘટતાં પગલાં લેવાં રહ્યાં.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નવરાત્રીને સમયમર્યાદામાંથી મુક્તિ
ગૃહમંત્રી એક નિદેવનમાં સુરતમાં નવરાત્રીને સમયની કટ ઓફ લાઈનમાંથી સંપૂર્ણ મુકત કર્યું છે જે ખૈલયા અને ગરબારસિકો માટે નિ:સંદેહ આનંદના સમાચાર છે તેમજ ખાવા-પીવાની લારીઓને પણ સમયમર્યાદાથી મુકત રાખવામાં આવી છે. પણ એની સાથે પોલીસ તંત્ર અને સત્તાધીશોની નૈતિક જવાબદારીનું પણ નિર્માણ થાય છે કે રાત્રી સમયે આ વિશેષ કરીને મહિલા યુવતીઓ સાથે કોઇ પણ દુર્ઘટનાઓ નહીં બને તે માટે પો. કમિશનરે નારી-સુરક્ષા અંગે વિશેષ વ્યવસ્થા અને આયોજન કરવું એ સમય સંજોગોને ધ્યાનમાં લેતાં જરૂરી બન્યું છે.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.