‘સરકાર સક્રીય થાય. ગુજરાતમિત્રને અભિનંદન’ રોજ સવાર થાયને અખબારોમાં વૃધ્ધ, યુવાન, વિદ્યાર્થીઓ આપધાત કરે છે તે જોવા મળે છે. કેટલીક વિદેશી અને ભારતી કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે 2019માં ભારતની કોલેજોના વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સાઓ પર એક વિશદ અભ્યાસ થયો હતો. નવ રાજ્યોની ત્રીસ યુનિ.ના 8500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ૧૨ ટકાને આત્મહત્યાના વિચારો આવતા હતાં 6.7 ટકાએ આપધાતનો પ્રયાસ કર્યો હતો. કોલેજો-યુર્નિ.માં વિદ્યાર્થીઓની માનસિક તંદુરસ્તી માટે તજજ્ઞ મનોવૈજ્ઞાનિક-માનસશાસ્ત્રીઓવા પ્રરક સેમિનારો થોડા થોડા સમયે થવાં જોઈએ. વિદ્યાર્થીને પોતાની પીડા/મનોભાવની ચર્ચા કરવા કોઈને કોઈ ખભાની જરૂર હોય છે. તે મળતી નથી. વાલીઓ-માતાપિતાઓ ઉચ્ચ ગુણાંક અને ઉચ્ચ ગુણાંક અને ઉચ્ચ પગારની અપેક્ષાઓ લગભગ રાખતા હોય છે.
માતાપિતા ભૂલી જાય છે કે એવરેસ્ટ શિખર પર એક જ સમયે એક જ રહી શકે છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટના માનવંતા ન્યાયાધીશોએ વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યા ઘટાડવા માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. આપઘાત માટે માનસિક તણાવ જવાબદાર હોય છે. માબાપની હદબહારની અપેક્ષાઓ, નબળી આર્થિક સ્થિતિ, હોસ્ટેલોના પ્રતિકૂળ સંજોગો, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતું રેંગિગ જીવન ટૂંકાવવા મજબુર કરતા હોય છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ થવું જરૂરી છેં ‘ગુજરાતમિત્રે તંત્રીલેખમાં વિગતા વાત કરી સરકાર સક્રિય થાય તે તરફ આંગળી ચીંધી છે તે આવકાર્ય છે.
તાડવાડી, સુરત- રમિલા બળદેવભાઈ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.