National

આ સંગઠને પીએમની સુરક્ષામાં ખામીની જવાબદારી લીધી, સુપ્રીમ કોર્ટના 50 વકીલોને વિદેશથી ફોન આવ્યા

પંજાબ: પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષાની (Security) બહુ મોટી ખામી થઈ હતી. પીએમ મોદીની સુરક્ષામાં ખામીની ઘટનામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ (Solicitor General Tushar Mehta) કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા પંજાબના ડીજી (DG) અને મુખ્ય સચિવને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. પંજાબ સરકારે પણ સ્વીકાર્યું છે કે સુરક્ષામાં ખામી રહી છે, સાથે સુપ્રીમે કહ્યું હતું કે અમે નક્કી કરી રહ્યા છીએ કે તપાસ કયા આધાર પર થશે. પરંતુ અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર (Central government) તરફથી નિર્ધારિત સમયની અંદર કોઈપણ સુનાવણી કરવામાં આવી નથી.

પીએમની સુરક્ષા મુદ્દે કેન્દ્રએ કહ્યું કે તેઓ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. કેન્દ્ર તપાસ સમિતિનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે અને તેની સમીક્ષા કર્યા બાદ સુપ્રીમ કોર્ટ તે રિપોર્ટના આધારે કાર્યવાહી નક્કી કરશે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ માટે સહમતિ દર્શાવી ન હતી.
અગાઉ, સુનાવણી દરમિયાન, પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને તેની દેખરેખ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવશે.

કોર્ટમાં ચીફ જસ્ટિસ એનવી રમન્નાના બેંચે કહ્યું કે જો તમે આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા ઈચ્છો છો તો કોર્ટ આમાં શું કરી શકે? આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ઘટનાની તપાસ માટે પંજાબ અને કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિઓ પરનો સ્ટે ચાલુ રહેશે. વધુમાં કોર્ટે કહ્યું કે ચંદીગઢના ચીફ પોલીસ, એનઆઈએના આઈજી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ ભૂતપૂર્વ ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની સમિતિમાં સભ્યો તરીકે સામેલ કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ ઘટનામાં બીજી વખત સુનાવણી થઈ રહી છે. આ અગાઉ પણ કોર્ટે પંજાબ અને કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિઓ પર સ્ટે આપવાનો નિર્ણય કર્યો હતો.

સુનાવણી દરમિયાન પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ સમિતિનું સ્વાગત કર્યું હતું. પંજાબ સરકારના વકીલે કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિ આ ઘટનાને જોતા કહી શકાય કે પંજાબ સરકારના અધિકારીઓ દોષિત હતા. આવી સ્થિતિમાં અમે તેમની તપાસમાંથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખી નહી શકીએ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સુરક્ષામાં ખામીને લઈને કેન્દ્ર અને પંજાબ સરકાર વચ્ચે આરોપ-પ્રત્યારોપનો લગાવી રહ્યા છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું હતું કે આ ઘટનામાં અધિકારીઓની કોઈ ભૂલ નથી. આ સિવાય તેણે કહ્યું હતું કે મારા સ્ટાફના કેટલાક લોકોને કોરોના થયો હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યા બાદ 50 થી વધુ સુપ્રીમ કોર્ટના વકીલોને આંતરરાષ્ટ્રીય નંબરોથી ફોન આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોન કોલ્સ પીએમ મોદીની સુરક્ષામાં ભંગ સાથે સંબંધિત હતા. શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠને ફોન દ્વારા પીએમની સુરક્ષામાં ખામી કરવાની જવાબદારી લીધી છે. તાજેતરમાં લુધિયાણા કોર્ટમાં થયેલા વિસ્ફોટમાં શીખ ફોર જસ્ટિસ સંસ્થા પણ સામેલ હતી. હુમલાના આરોપી જસવિંદર સિંહ મુલતાનીની જર્મનીથી ધરપકડ કરવામાં આવી હતી. જસવિન્દર સિંહ મુલતાની ‘સિખ ફોર જસ્ટિસ’ SFJ સાથે સંકળાયેલો છે.

Most Popular

To Top