Business

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના માર્ગમાં આવતી આ કંપનીની અરજી ફગાવી દીધી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે બુલેટ ટ્રેન પરિયોજનાને (Bullet Train Project) લીલી ઝંડી બતાવી દીધી છે. ગોદરેજ (Godrej) એન્ડ કંપની બાયસ મેન્યુકફેક્ચરિંગ કંપનીની અરજી ઉપર હવે સુનાવણી કરવાની ના કહી દીધી છે. કંપની દ્વારા આ અરજી બોમ્બે હાઇકોર્ટના આદેશ વીરૂયુદ્ધ કરી હતી. જેમાં બુલેટ ટ્રેન પરિયોજનાને લીલી ઝંડી બતાવવામાં આવી હતી અને મુંબઈ વિકરોલી વિસ્તારમાં આવેલ જમીન ઉપર સંપાદનને અલગ કરવાની ના પાડી દીધી હતી.

  • સુપ્રીમ કોર્ટેશુક્રવારે બુલેટ ટ્રેન પરિયોજનાને લીલી ઝંડી બતાવી
  • ગોદરેજ એન્ડ કંપની બાયસ મેન્યુકફેક્ચરિંગ કંપનીએ કરી હતી અરજી
  • મુંબઈ વિકરોલી વિસ્તારમાં આવેલ જમીન ઉપર સંપાદન અંગેનો હતો કેસ

મુંબઈમાં ગોદરેજ એન્ડ બાયસ મેન્યુફેક્ચરિંગ કંપની પાસે વિક્રોલી વિસ્તારમાં જમીન હતી. બુલેટ ટ્રેનની ટનલ આ જમીનમાંથી જ નીકળવાની હતી જેના કારણે સરકારે જમીન સંપાદિત કરી હતી. જેથી કંપનીએ આ અધિગ્રહણ સામે અરજી દાખલ કરી હતી.

આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો અને લોક હિત માટે છે: સુપ્રીમ કોર્ટ
પ્રાપ્ત માહિતી મુજબ વિક્રોલી વિસ્તારમાં ગોદરેજ અને બાયસ મેન્યુફેક્ચરિંગ કંપનીની જમીન હતી. બુલેટ ટ્રેનનો રસ્તો આ જમીનમાંથી જ નીકળવાનો હતો જેના કારણે સરકારે જમીન સંપાદિત કરી હતી. કંપનીએ આ અધિગ્રહણ સામે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો અને લોક હિત માટેનો છે.

કંપનીએ યોગ્ય વળતરની માંગ કરી હતી
આ અરજી ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની વતી 9 ફેબ્રુઆરી 2023ના રોજ દાખલ કરવામાં આવી હતી. આમાં કંપનીએ જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, 2013 હેઠળ યોગ્ય વળતરની માંગ કરી હતી. કંપનીએ કાયદામાં યોગ્ય વળતર અને પારદર્શિતાના અધિકારની કલમ 25ની પ્રથમ જોગવાઈની બંધારણીયતાને પણ પડકારી હતી.

અગાઉ બોમ્બે હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈના વિક્રોલી વિસ્તારમાં આવેલ ગોદરેજ બાયસ કંપનીની જમીન ઉપરથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બનીને સાકાર થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે સરકારે કંપનીને યોગ્ય વળતરની ચુકવણી પણ કરી દીધી હતી જોકે તે છતાં પણ ગોદરેજ કંપની આ સંપાદનના વળતરથી અસંતોષની લાગણી અનુભવી રહી હતી અને કંપની દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ કેસની સુનાવણી બાદ ઉપર બોમ્બે હાઈ કોર્ટે અરજી ફગાવ્યા બાદ કંપની સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પણ આ અરજીને નકારી કાઢતા બુલેટ ટ્રેનના રસ્તામાં આવતો રોડો હતી જવા પામ્યો છે.

Most Popular

To Top