હવે પારસીઓ પોતાની પરંપરાગત રીતે અંતિમ સંસ્કાર કરી શકશે, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (supreme court ) શુક્રવારે પારસી (Parsi) સમુદાયને તેમની પરંપરાગત પદ્ધતિથી અંતિમ સંસ્કાર (funeral) કરવાની છૂટ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે તેના માટે કોરોના વાયરસની (Corona virus) હાલની જે ગાઇડલાઇન (guideline) છે તેમાં ફેરફાર કરવાની પણ મંજૂરી આપી છે, જો કે સાથે જ સર્વોચ્ચ અદાલકે એવું સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-19 પ્રોટોકોલમાં (Protocol) આ ફેરફાર માત્ર એક જ ધર્મ માટે મંજૂર રહેશે. અર્થાત પારસી સમુદાય સિવાયના ધર્મોએ કોરોના પ્રોટોકોલ અનુસાર જ અંતિમ સંસ્કાર કરવાના રહેશે.


  • ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે ફેરવીને માત્ર પારસી સમુદાય માટે કોરોના પ્રોટોકોલ્સમાં ફેરફાર કર્યો
  • કોરોના પ્રોટોકોલમાં કરાયેલો આ ફેરફાર માત્ર એક જ ધર્મના લોકો માટે માન્ય ગણાશે : સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા
  • પારસી સમુદાયની વ્યક્તિના નિધન પછી મૃતદેહને એ રીતે રખાશે કે જેનાથી કોરોના ન ફેલાય : બંને પક્ષના વકીલની સહમતી

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે ગુજરાત હાઇકોર્ટના એ ચુકાદાને ફેરવી તોળ્યો હતો કે જેમાં પારસી સમુદાયને અન્ય ધર્મોથી અલગ અંતિમ સંસ્કાર કરવાની છૂટ આપવાનો ઇન્કાર કરાયો હતો. સુરત પારસી પંચાયત પ્રમુખ જમશેદ દોટીવાલા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમમાં કરાયેલી રીટ મામલે સુનાવણી દરમિયાન તેમના વકીલ ફલી એસ. નરીમને સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે તેમણે સરકારના વકીલ સોલિસીટર જનરલ તુષાર મહેતા સાથે વાત કરી લીધી છે કે મૃતકોના મૃતદેહને ટાવર ઓફ સાઇલેન્સમાં કેવી રીતે રાખવામાં આવશે અને બંનેએ આ બાબતે સહમતિ પણ દાખવી છે.

6 ડિસેમ્બર, 2021 ના ​​રોજ સુનાવણી વખતે, જ્યારે નોટિસ જારી કરવામાં આવી હતી, નરીમને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે “પારસીઓમાં, નશેશાલર છે, જેઓ વ્યાવસાયિક શબ-વાહક છે. પરંતુ ગાઈડલાઈનમાં અગ્નિસંસ્કાર અને દફન સિવાય અન્ય કોઈ રીતે મૃતદેહોના નિકાલની પદ્ધતિનો ઉલ્લેખ નથી કર્યો. કલમ 21 માત્ર જીવતા લોકો માટે જ નથી પરંતુ મૃત્યુ પછીના લોકો માટે પણ છે. હવે, વાયરસનો એક નવો તાણ છે. તે એક જીવંત મુદ્દો છે”

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે અંતિમ સંસ્કાર માટે એવી પદ્ધતિ અપનાવાશે કે જેનાથી મૃતકના મૃતદેહથી કોરોના ન ફેલાય. તેમણે જણાવ્યું હતું કે મૃતદેહની ઉપર એક લોખંડની ગ્રીલ લગાવાશે, કે જેથી કોઇ પક્ષી એ મૃતદેહને ચૂંથી ન શકે અને તે પારસી ધર્મમાં અંતિમ સંસ્કારની જેને યોગ્ય વિધિ માનવામાં આવે છે તે સૂર્યના ઉગ્ર કિરણોથી જ નષ્ટ થઇ જાય.

Most Popular

To Top