Gujarat

બાંદ્રા ટર્મિનસ–પાલિતાણા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે

અમદાવાદ: મુસાફરોની સુવિધા તથા ફાગણ ફેરી તહેવાર દરમિયાન વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકએ જણાવ્યું હતુ કે ટ્રેન નંબર 09013/09014 બાંદ્રા ટર્મિનસ–પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ફેરી) ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ–પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ શનિવાર, 28 ફેબ્રુઆરી 2026ના રોજ બાંદ્રા ટર્મિનસથી સવારે 11:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 00:50 વાગ્યે પાલિતાણા પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 09014 પાલિતાણા–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 1 માર્ચ 2026ના રોજ પાલિતાણાથી બપોરે 3:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 5:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર ગુજરાત સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

Most Popular

To Top